- ગૌ શાળામાં ગ્રાન્ટ બંદ થઇ ગઇ
- બે મહિના ગ્રાન્ટ આપ્યા બાદ ગ્રાન્ટ કરાઇ બંધ
- સરકાર તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે તેવી માટે કરાઇ માંગ
બનાસકાંઠા : જિલ્લામાં ગૌશાળા ચલાવતાં સંચાલકો રખડતી-ભટકતી ગાયોની માવજત કરી પુણ્યનું કામ કરે છે. આવી ગૌશાળા માત્ર લોકોના દાન થકી જ ચાલતી હોય છે. પરંતુ કોરોના કાળમાં દાનની આવક ઘટી હોવાથી પાંજરાપોળના સંચાલકોને ગાયોનું નિભાવ કરવું પણ મુશ્કેલ બની ગયું હતુ. જેથી તેઓએ સરકાર પાસે ગાયો માટે સબસીડી રૂપે સહાય આપવા માંગ કરી હતી.
એક ગાય દીઠ રોજનો ખર્ચ 60 રુપિયા
એક ગાયનો રોજનો નિભાવ ખર્ચ 60 રૂપિયા જેટલો થાય છે. જેને ધ્યાને લઈ સરકારે ત્રણ માસ અગાઉ પ્રતિ ગાયદીઠ રૂપિયા 25 ચૂકવવા નિર્ણય કર્યો હતો. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં બે મહિના આ ગ્રાન્ટની રકમ ચૂકવાયાં બાદ ડિસેમ્બરથી આ ગ્રાન્ટ બંધ કરી દેવાઈ છે. જેને લીધે જિલ્લાના સેંકડો પાંજરાપોળોમાં લાખ્ખો ગાયોની માવજત કરવી મુશ્કેલ બની છે. ત્યારે સંચાલકોએ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક સહાય ચૂકવવા ઉગ્ર રજુઆત કરી હતી.