ETV Bharat / state

SOG પોલીસે 10 બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો - palanpur news

બનાસકાંઠા જિલ્લા SOG(સ્પેશિય ઓપરેશન ગૃપ)પોલીસની ટીમને મંગળવારે ચોરીના ગુનામાં વધુ એક મોટી સફળતા મળી છે. જેમાં બનાસકાંઠા સહિત અન્ય જિલ્લામાંથી પણ અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલા 10 બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડયો છે. SOG પોલીસે 2.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

SOG પોલીસે 10 બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

author img

By

Published : Apr 6, 2021, 7:58 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીની ઘટનામાં વધારો
  • ચોરીના ગુનામાં SOGને મળી વધુ એક સફળતા
  • પોલીસે 10 બાઇક સહિત 2.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લાં છ મહિનાથી ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વાહનચોરી, મકાન અને મંદિરોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. પોલીસે એક બાદ એક વાહન ચોરી કરતા શખ્સોને પકડી પાડવાની શરૂઆત કરી છે. બે દિવસ અગાઉ જ LCBએ બાઇકો સાથે એક ચોરને ઝડપી પાડયો હતો, મંગળવારે વધુ એક બાઇક ચોરને ઝડપવામાં SOG(સ્પેશિય ઓપરેશન ગૃપ) પોલીસને મોટી સફળતા મળી છે.

જિલ્લા SOG ટીમે વધુ એક બાઈક ચોરીઓનો ભેદ ઉકેલ્યો

આ પણ વાંચોઃ વાપીમાં 16 કિલો ગાંજા સાથે 4 શખ્સોની ધરપકડ, SOGએ કુલ 11.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

જિલ્લા SOG ટીમે વધુ એક બાઈક ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે, જેમાં છેલ્લાં ઘણા સમયથી બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએથી બાઇકની ઉઠાંતરી ખૂબ જ વધી ગઈ હતી. જે અન્વયે બનાસકાંઠા જિલ્લા SOGની ટીમ પણ બાઈક ચોરને ઝડપી પાડવા માટે એલર્ટ બની જઈ સઘન તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન દિયોદર તાલુકાના રવેલ ગામનો પ્રવીણ પ્રજાપતિ નામના શખ્સ પર શંકા જતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ શખ્સને પોલીસે ચોરીના બાઈક સાથે અટકાયત કરી હતી અને કડક પૂછપરછ કરતા આ પ્રવિણે બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીધામમાંથી અલગ-અલગ જગ્યાએથી 10 જેટલા બાઇકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે 10 બાઇક સહિત 2.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે 10 બાઇક સહિત 2.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

આ પણ વાંચોઃ સુરત જિલ્લા SOGએ 5.49 લાખના ગાંજા સાથે બસ ચાલકને ઝડપી પાડ્યો

વાહન ચોરી કરનાર શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા લોકોની માંગ

જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની એક બાદ એક મોટી મોટી ઘટનાઓ સામે આવી રહી હતી. જિલ્લાના દિયોદર અને ધાનેરામાં છેલ્લા ઘણા સમયથી ટોળકી સક્રિય બની હતી અને એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપતા હતા ટોળકી દ્વારા મકાન, મંદિર અને વાહનોની ચોરી કરવામાં આવતી હતી ચોર ટોળકીને જાણે પોલીસનો સહેજ પણ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીઓની મોટી મોટી ઘટનાને અંજામ આપતા હતા. છેલ્લા ચાર દિવસમાં બનાસકાંઠા જિલ્લા LCB પોલીસે મોટી સફળતા મળી છે ત્યારે આવા શખ્સો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વાહન ચોરીની ઘટના અટકી શકે તેમ છે.

SOG પોલીસે 10 બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

પોલીસને બાતમી મળી હતી

આ અંગે પાલનપુર અધિક્ષક પોલીસ આર. કે. પટેલે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ઘટનાઓ સામે આવી હતી, તે દરમિયાન પાલનપુર SOG પોલીસને બાતમી મળી હતી કે દિયોદર ખાતે એક યુવક છેલ્લા ઘણા સમયથી બાઈકોની ચોરી કરતો હતો, જે દરમિયાન દિયોદર પેટ્રોલ પંપ પર આ યુવક બાઈક લઈને ઊભો છે તેવી બાતમી મળતા SOG પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડ લેતા તેને અન્ય 11 જેટલા બાઈક ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેને હાલ પકડી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.