ETV Bharat / state

shitala mata Temple Fair: ડીસાના કુપટ ગામમાં પૌરાણિક શીતળા માતાનો મેળો યોજાયો - shitala mata Temple Fair

ડીસા તાલુકાના કુપટ ગામે( Kupat village of Deesa )દર વર્ષની જેમ આ વર્ષે પૌરાણિક પરંપરાગત શીતળા માતાનો મેળો યોજાયો હતો. આ મેળામાં ગુજરાતમાંથી(shitala mata Temple Fair)મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

shitala mata Temple Fair:  ડીસાના કુપટ ગામમાં પૌરાણિક શીતળા માતાનો મેળો યોજાયો

author img

By

Published : Mar 26, 2022, 1:22 PM IST

બનાસકાંઠાઃ ફાગણ વદ સાતમ એટ્લે શીતળા સાતમ વર્ષમાં શીતળા સાતમનો તહેવાર ( Kupat village of Deesa )બે વાર ઉજવવામાં આવે છે. ફાગણ વદ સાતમ અને શ્રeવણ વદ સાતમ આમ બે દિવસે(Phagan Vad Satam) આ દિવસની ઉજવણી થાય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં ફાગણ વદ સાતમ પર ઉજવવામાં આવતા શીતળા સાતમના તહેવારનું ખૂબ મહત્વ છે. ડીસા નજીક આવેલા કૂંપટ ગામમાં શીતળા સાતમ પર ભવ્ય મેળો યોજાય છે. દૂર દૂરથી ભક્તો માતાજીનાં દર્શન કરવા માટે ઉમટી પડતાં હોય છે. ખાસ કરીને આ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન (shitala mata Temple Fair)બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો કોરોનાવાયરસની મહામારી બાદ પ્રથમવાર શીતળા સાતમનો મેળો યોજાતા મોટી સંખ્યામાં દૂરથી લોકો શીતળા સાતમના મેળે ઉમટી પડ્યા હતા.

માતાનો મેળો યોજાયો

શીતળા માતાની અનોખી આસ્થા - ડીસા તાલુકામાં બનાસ નદીના તટ વસેલા કૂંપટ ગામમાં દર વર્ષે ફાગણ વદ સાતમના દિવસે શીતળા સાતમ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાય છે. છેલ્લા ચારસો વર્ષથી આ પરંપરાગત લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના સંક્રમણને કારણે આ મેળાનું આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા હવે એકવાર ફરી આ વર્ષે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કૂંપટ ગામમાં આવેલા આ શીતળા માતાના મંદિર પ્રત્યે ગુજરાત સહિત અન્ય રાજ્યોના ભક્તો પણ અનેરી આસ્થા ધરાવે છે અને દર વર્ષે ફાગણ સુદ સાતમા દિવસે દૂર દૂરથી ભક્તો આવીને માતાજીનાં ચરણોમાં શીશ નમાવવા આવતા હોય છે. ચામડીના રોગો, આંખોના રોગો અને અછબડા જેવો રોગોમાં લોકો માતાજીને ટેક રાખતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ થતાં ભક્તો કૂંપટ સ્થિત શીતળા માતાના મંદિર પર પહોંચીને પોતાની બાધા આખડી પૂરી કરતાં હોય છે.

આ પણ વાંચોઃ ડીસા તાલુકાના કૂંપટ ગામે ભાતીગળ મેળો યોજાયો

ગુજરાતભરમાંથી ભક્તો ઉમટ્યા - શીતળા સાતમ પર કૂંપટ ગામમાં આવેલા શીતળા માતાના મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે. ડીસાના કૂપટ ગામે આવેલ શીતળા માતાના મંદિરે ગુજરાતભરમાંથી ભક્તો પોતાની બાધા આખડી પુરી કરવા માટે આવ્યા હતા. ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. પરંતુ મેળા દરમિયાન કોઈ અરાજકતા ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્તની સાથે સાથે સ્થાનિક યુવક મંડળના સ્વયંસેવકો પણ ખડેપગે વ્યવસ્થામાં જોડાય છે.
આ પણ વાંચોઃ બાલાસિનોરના ભીમભમરડા મહાદેવ ખાતે જન્માષ્ટમીનો મેળો યોજાયો, મંદિરનો પૌરાણિક છે ઇતિહાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.