ETV Bharat / state

ડીસાના માલગઢમાં સામાન્ય વરસાદથી રસ્તો બંધ - gujarati news

ડીસા: બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ વરસાદની ફરી એન્ટ્રી થતા લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. જો કે, ડીસા પંથકમાં વરસાદ પડતા તમામ જગ્યાઓ પર વરસાદી પાણી ભરાતા તંત્રની પોલ સામે આવી હતી. સામાન્ય વરસાદમાં જ ડીસા તાલુકાના માલગઢથી જોરપુરા જવાના માર્ગ પાણી ભરાતા બંધ થઈ ગયો છે. આ માર્ગ પરથી પસાર થવા માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

rainfall in deesa
author img

By

Published : Aug 11, 2019, 11:01 PM IST

આ માર્ગ પર શાળાઓ આવેલી છે અને દિવસ દરમિયાન 200 જેટલા વાહનચાલકો પસાર થાય છે, પરંતુ અહીં બાજુમાં બનાવવામાં આવેલ ખાનગી ગોડાઉનના સેડનું તમામ પાણી માર્ગ પર વહી જતા બે ફૂટ પાણી ભરાઈ ગયું છે. તેથી અહીં પસાર થતા બાળકો, મહિલાઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગામના સરપંચને રજુઆત કરવા છતાં પણ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

ડીસાના માલગઢમાં સામાન્ય વરસાદથી રસ્તાઓ બંધ

આ માર્ગ પર શાળાઓ આવેલી છે અને દિવસ દરમિયાન 200 જેટલા વાહનચાલકો પસાર થાય છે, પરંતુ અહીં બાજુમાં બનાવવામાં આવેલ ખાનગી ગોડાઉનના સેડનું તમામ પાણી માર્ગ પર વહી જતા બે ફૂટ પાણી ભરાઈ ગયું છે. તેથી અહીં પસાર થતા બાળકો, મહિલાઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગામના સરપંચને રજુઆત કરવા છતાં પણ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

ડીસાના માલગઢમાં સામાન્ય વરસાદથી રસ્તાઓ બંધ
Intro:લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.10 08 2019

સ્લગ...ડીસા ના માલગઢ માં સામાન્ય વરસાદ થી જ બે ગામને જોડતો માર્ગ બંધ...


એન્કર...બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસની હવામાન વિભાગની આગાહીના પગલે બે દિવસથી સારો વરસાદ પડે છે જો કે સામાન્ય વરસાદમાં જ ડીસાના માલગઢ ગામ માં પાણી ભરાતા સ્થાનિક તંત્રની પોલ બહાર આવી છે....

Body:વી ઓ ..... બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ થી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને સાર્વત્રિક વરસાદ થતાં જિલ્લાવાસીઓ અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ વરસાદની ફરી એન્ટ્રી થતા લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો જો કે ડીસા પંથક માં વરસાદ પડતા તમામ જગ્યાઓ પર વરસાદી પાણી ભરાતા તંત્રની પોલ સામે આવી હતી અને સામાન્ય વરસાદ માં જ ડીસા તાલુકાના માલગઢ થી જોરપુરા જવાનો માર્ગ પાણી ભરાતા માર્ગ બન્ધ થઈ ગયો છે ને આ માર્ગ પરથી પસાર થવા માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ માર્ગ પર શાળાઓ આવેલી છે દિવસ દરમ્યાન 200 જેટલા વાહનચાલકો પસાર થાય છે પરંતુ અહીં બાજુમાં બનાવાયેલ ખાનગી ગોડાઉન ના સેડ નું તમામ પાણી માર્ગ પર આવી જતા બે બે ફૂટ પાણી ભરાઈ ગયું છે અને તેથી અહીં થી પસાર થતા બાળકો, મહિલાઓ વાહન ચાલકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, આ સિવાય ગામમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે ગામના સરપંચ ને રજુઆત કરવા છતાં પણ પાણીના નિકાલ મી કોઈજ વ્યવસ્થા ના કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ......

બાઈટ... સુરેશભાઈ સોલંકી
( સ્થાનિક )

બાઈટ... પ્રવીણભાઈ માળી
( સ્થાનિક )

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી. ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..

( આ સ્ટોરીનો સ્ટોરી આઈડિયા પાસ થયેલ હતો )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.