બનાસકાંઠાઃ જુના ડીસા ખાતે રહેતા એક જવાન જે આજે વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થયા હતા, ત્યારે દેશભક્તો દ્વારા તેમનો ડીસાના સાઈબાબા મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું અને તેમનું જીવન આગામી સમયમાં સુખરૂપ સંપન્ન થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
દેશની સરહદ પર હંમેશા જવાન રાત દિવસ પોતાની પરવા કર્યા વગર ખડેપગે આપણી રક્ષા કરે છે, ત્યારે આપણે સારી રીતે દેશમાં રહી શકીએ છીએ. હંમેશા પોતાના પરિવારથી દૂર રહી અને તેઓ આપણે સુરક્ષિત રહીએ તે માટે હંમેશા દુશ્મનો સામે બાજ નજરે રાખી આપણને સુરક્ષા આપે છે, ત્યારે અનેક જવાનો વયનિવૃત્ત થતા પોતાના વતને ફરી રહ્યા છે.
જેના કારણે દેશ ભક્તો દ્વારા તેમનું ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. જવાનો જ્યારે દેશની રક્ષા કરવા માટે બોર્ડર પર તૈનાત થાય છે ત્યારે તેમના મનમાં એક જ વાત હોય છે કે, દેશની રક્ષા કરી કુરબાની આપવી યા તો દેશની રક્ષા કરી વય નિવૃત્તિ થઈ વતન પરત ફરવું. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક જવાનો છે જે આજે પણ દેશની રક્ષા કાજે બોર્ડર પર તેના થયેલા છે.
બનાસકાંઠા જિલ્લાના અનેક જવાનોમાં ભોમની રક્ષા કરતા શહીદ પણ થયા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના યુવાનોમાં આજે પણ દેશભક્તિ જોવા મળે છે અને દર વર્ષે આર્મીની ભરતીમાં અનેક યુવાનો જોડાય છે અને બોર્ડર પર દેશની રક્ષા કરવા માટે ખડે પગે તૈનાત થાય છે, ત્યારે ડીસાનો યુવાન સતત 18 વર્ષ સુધી આર્મીમાં રહીને દેશસેવા કરી એક અનોખી મિશાલ જગાવી છે, ત્યારે વયનિવૃત થતાં બુધવારે ડીસા આગમન થતાં સન્માન કરવામાં આવ્યું હતું.
ડીસા તાલુકાના જુનાડીસા (વિડી) માં રહેતાં અલ્કેશભાઇ સોમાજી માળી બટાલીયન 299 મિડીયમ રેજીમેન્ટ આર્ટિલરી યુનિટમાં સતત 18 વર્ષ સુધીમાં ભારતીની ઉત્તમ કર્તવ્યનિષ્ઠા બજાવી સેવા નિવૃત્ત થયાં હતાં.
જેથી બુધવારે તેઓ પોતાના માદરે વતન આવી પહોંચતા ડીસાના સેવાભાવીઓ અને સામાજીક સંગઠનો ઉપરાંત આગેવાનોએ પણ વિશેષ સન્માન કરી નિવૃતમય જીવન સુખ શાંતિથી પસાર થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.