- બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીના પરિણામ થયાં જાહેર
- ડીસામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનો ભગવો લહેરાયો
- ભાજપની જીતથી ડીસાનું વાતાવરણ ભગવામય બન્યું
- ડીસામાં પ્રથમવાર ભાજપ બહુમતી સાથે વિજય મેળવ્યો
બનાસકાંઠા: જિલ્લામાં આજે મંગળવારે ત્રણ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ડીસા શહેરમાં 44 બેઠકો માટે આજે મંગળવારે મતગણતરી યોજાઇ હતી. જેમાં કુલ 152 ઉમેદવારો ચૂંટણી લડયા હતા, ત્યારે આજે સવારથી જ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. આ મતગણતરીને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં લઇ આજે તમામ ઉમેદવારોને મતદાન ગણતરી પર આ માસ્કને સેનિટાઈઝર કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ભાજપની સ્પષ્ટ બહુમતી
ડીસા નગરપાલિકાની ચૂંટણીને લઈ છેલ્લા ઘણા સમયથી લોકો આતુરતાથી રાહ જોઇને બેઠા હતા, ત્યારે આજે સવારથી જ ડીસાની એ સી ડબલ્યુ સ્કૂલમાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં એક બાદ એક ભાજપે કોંગ્રેસ અપક્ષ અને આમ આદમી પાર્ટીમાં હાથમાંથી બાજી મારવાની શરૂઆત કરી હતી અને જોત-જોતામાં જ ભાજપે ડીસા નગરપાલિકાની 44 બેઠકો માટે 27 બેઠકો મેળવી પોતાનો દબદબો મેળવી દીધો હતો. ડીસા નગરપાલિકાની વાત કરવામાં આવે તો ગત ટર્મમાં ભાજપને 21 બેઠકો મળી હતી. જેના કારણે ભાજપને નગરપાલિકામાં સત્તા મેળવવા માટે બે અપક્ષનો સહારો લેવો પડ્યો હતો, પરંતુ આજે જે પ્રમાણે ભાજપે 27 બેઠકો પર વિજય મેળવે છે. તેને લઈને હાલમાં ભાજપને સ્પષ્ટ પણે બહુમતી થઈ ચૂકી છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ડીસા નગરપાલિકામાં ફરી એકવાર ભાજપે ભગવો લહેરાવ્યો છે.
શહેરમાં તહેવાર જેવું સર્જાયું વાતાવરણ
ડીસા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે મતગણતરી શરૂ કરવામાં આવી હતી અને આ મતગણતરી પૂર્ણ થતાની સાથે જ ભાજપે નગરપાલિકાની 44 બેઠકોમાંથી 27 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જેના કારણે સમગ્ર ડીસા શહેરમાં તહેવાર જેવું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે ડીસા શહેરનું વાતાવરણ ભગવામય બન્યું હતું. આજે મંગળવારે ચૂંટણી પરિણામો આવતાની સાથે જ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી. જેનું કારણ હતો ભાજપે આ વખતેની નગરપાલિકાની ચૂંટણીમાં સ્પષ્ટપણે બહુમતી સાબિત કરી બતાવી છે. ચૂંટણી પરિણામો આવતાની સાથે જ તમામ વિજય ઉમેદવારોએ વિજય સંઘર્ષ નીકળ્યું હતું, જેમાં ડીસાવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.