ETV Bharat / state

Banaskantha: સરહદી વિસ્તારમાં રહેતા રણછોડ રબારીને પગી તરીકેની મળી ઓળખ, જુઓ અહેવાલ

ભારત-પાકિસ્તાનના 1965 અને 1971ના યુદ્ધમાં સેનાને મદદ કરી પાકિસ્તાન પર જીત મેળવી પાકનો હિસ્સો કબજે કરવામાં જેનો સિંહફાળો હતો, તે બનાસકાંઠા(Banaskantha)ના વીર સ્વ.રણછોડદાસ રબારી(Ranchod Rabari) ઉર્ફે પગીને આજે પણ લોકો યાદ કરે છે. ત્યારે તેમનું જીવન કેવું હતું, જુઓ આ અહેવાલ.

સરહદી વિસ્તારમાં રહેતા રણછોડ રબારીને પગી તરીકેની મળી ઓળખ

author img

By

Published : Aug 2, 2021, 5:59 PM IST

Updated : Aug 2, 2021, 10:18 PM IST

  • વાવના વાસરડા ગામે 1910ની આસપાસ જન્મેલા રણછોડ રબારી પાસે અદભુત કુદરતી શક્તિ હતી
  • રણછોડ રબારીએ ભારતીય સૈન્યને અનેકવાર મદદ કરી હતી
  • રણછોડ રબારીને કોન્ટેબલ તરીકે 1962માં ભરતી કર્યા હતા
  • રણછોડભાઇએ અનાજની ચોરીમાં પણ મદદ કરી હતી

બનાસકાંઠા: આજે આપણે એક એવા વીરની વાત કરી રહ્યા છે જેને એક વાર નહીં, પરંતુ બેવાર આપણા દુશ્મન દેશ પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે વીરનું નામ એટલે સ્વર્ગસ્થ રણછોડભાઇ રબારી (Ranchod Rabari)ઉર્ફે પગી. પગીના નામથી ઓળખાતા રણછોડ રબારીએ ભારતીય સૈન્યને અનેકવાર મદદ કરી હતી. વાવના વાસરડા ગામે 1910ની આસપાસ જન્મેલા રણછોડ રબારી પાસે અદભુત કુદરતી શક્તિ હતી.

સરહદી વિસ્તારમાં રહેતા રણછોડ રબારીને પગી તરીકેની મળી ઓળખ
સરહદી વિસ્તારમાં રહેતા રણછોડ રબારીને પગી તરીકેની મળી ઓળખ

આ પણ વાંચો- બનાસકાંઠા જિલ્લાના ધાનેરમાં જામફળની સફળ બગાયતી ખેતી

રણછોડભાઈને નાનપણથી જ પરિવારની જવાબદારીઓ સંભાળી લેવી પડી હતી

રણછોડભાઈ રબારીના પિતાનું નામ સવાભાઈ રબારી હતું. રણછોડભાઇ રબારી નાનપણથી જ ઘેટા બકરા સરહદી વિસ્તાર પર ધરાવતા હતા. તેમના પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા. જેથી રણછોડભાઇ રબારી(Ranchod Rabari)ને તેમના દાદી નાથીબાએ મોટા કર્યા હતા. જેના કારણે રણછોડભાઈને નાનપણથી જ પોતાના પરિવારની તમામ જવાબદારીઓ સંભાળી લેવી પડી હતી. જે બાદ રણછોડભાઈ પગીના લગ્નજીવન દરમિયાન તેમને બે દીકરીઓ અને બે દીકરાઓ હતા અને પોતે પોતાના પરિવાર સાથે બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના સરહદી વિસ્તાર લીંબોડા ખાતે રહેતા હતા.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં રહેતા રણછોડ રબારીને પગી તરીકેની મળી ઓળખ

કોઈ પણ વ્યક્તિના પગ ઓળખવાની અદભુત શક્તિ તેમનામાં હતી

રણછોડભાઈ પગી(Ranchod Rabari) અભણ હોવા છતાં પણ પગચિહ્નન ઓળખવામાં અદભુત કૌશલ્ય ધરાવતા હતા. માત્ર પગલા પરથી જ તે વ્યક્તિ કઈ દિશામાંથી આવ્યો છે, કઈ દિશામાં ગયો છે, તે કેટલું વજન લઈને ચાલી રહ્યો છે અને તે ક્યાં સુધી પહોંચ્યો હશે તે પણ જાણી શકતા હતા. જેના કારણે સરહદી વિસ્તારમાં થતી વારંવાર ચોરીઓની અનેક ઘટનાઓમાં રણછોડભાઈ પોલીસને મદદગાર બન્યા હતા.

રણછોડ રબારીએ પોલીસને અનેક ગુનાહિત ઘટનાઓને મદદગાર બન્યા હતા

બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના સરહદી વિસ્તારોમાં જ્યારે પણ કોઈ ચોરીની ઘટના કે અન્ય ઘટનાઓ બનતી હતી, ત્યારે પોલીસ પણ રણછોડભાઇ રબારીને તાત્કાલિક બોલાવી અને આ ચોરીના ગુનાને ઉકેલવા માટે રણછોડભાઈ(Ranchod Rabari)ની મદદ લેતા હતા. જેના કારણે સરહદી વિસ્તારમાં અત્યાર સુધી રણછોડ રબારીએ પોલીસને અનેક ગુનાહિત ઘટનાઓને મદદગાર બન્યા હતા.

ભારત-પાકિસ્તાનના ભાગલા સમય તેઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેવા લાગ્યા

ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે રણછોડભાઇ રબારી (Ranchod Rabari)પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા હતા, જ્યાં 500થી વધુ ઘેટા-બકરા લઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ તે સમયે પાકિસ્તાની લોકો હિન્દુસ્તાનથી સ્થાયી થયેલા હિન્દુ ધર્મના લોકો પર ભારે અત્યાચાર કરતા હતા. ત્યારે પાકિસ્તાનના લોકોની હેરાનગતિના કારણે એક દિવસ તેઓ ત્રણ પાકિસ્તાની પોલીસકર્મીની જ્યારે રણછોડભાઈના ઘરે આવ્યા હતા અને ત્યાં જઈ તે પોલીસ કર્મીઓએ રણછોડભાઈ પાસે એક બકરો માગ્યો હતો, પરંતુ રણછોડભાઈ ક્યારેય પણ પોતાના પશુધનને કસાઈવાડે મોકલવા નહોતા માગતા. જેના કારણે તેઓએ પાકિસ્તાનથી આવેલા પોલીસ કર્મીઓને બાંધીને કોઠીમાં નાખીને પોતાના પરિવાર અને પશુઓ સાથે હિન્દુસ્તાનના બનાસકાંઠાના લીંબાળા મોસાળ ખાતે આવી ગયા.

આ પણ વાંચો- વાવમાં પ્રધાનમંત્રી આવાસ યોજના યોજનામાં લાભાર્થીઓ હપ્તાથી વંચિત

ચોકીદાર તરીકે પ્રથમવાર નોકરી શરૂ કરી

રણછોડભાઇ રબારી(Ranchod Rabari) જ્યારે પાકિસ્તાનથી પોતાના પરિવાર સાથે ભારતની બોર્ડર પર આવ્યા, તે સમયે ભારતના સૈનિકોએ તેમને ઝડપી પાડયા હતા, પરંતુ બોર્ડર પર રહેલા સૈનિકોએ તપાસ કરતા રણછોડભાઇ રબારીની તમામ હકીકત સાચી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રણછોડભાઇ રબારીને આર્મીના જવાનોએ રહેવા માટે એક નાની ઝૂપડી આપી હતી. રણછોડભાઇ રબારી ભારત આવ્યા બાદ તેમની પાસે પરિવારનું ગુજરાન ચલાવવા માટે કંઈ જ ન હતું. જેથી અહીં આવ્યા બાદ તેઓએ ગામમાં ચોકીદાર તરીકે નોકરી શરૂ કરી. તે સમયે તેમની પાસે અદભુત પગચિહ્ન ઓળખવાની કળા હોવાથી અહીં તેમણે અનેક ચોરીઓના ભેદ ઉકેલ્યા હતા.

1962માં પોલીસમાં પગી તરીકે તેમની ભરતી કરવામાં આવી

રણછોડભાઈની 1962માં પોલીસમાં પગી તરીકે ભરતી કરવામાં આવી. તેમની આ કલાની ખબર ભારતીય સૈન્યને પડી હતી. તે સમયે 1965ના યુદ્ધમાં વિઘાકોટ સુધી પાકિસ્તાની સૈન્ય આવી જતા રણછોડ પગી(Ranchod Rabari)એ ખૂબ મદદ કરી અને ત્યાં પણ પાકિસ્તાની સૈન્યમાં કેટલા લોકો છે, ક્યાં છુપાયેલા છે તે તમામ માહિતી આપતા હિન્દુસ્તાની ફોજે વિજય મેળવ્યો હતો.

હવામાન ભારતીય સૈન્યને રણછોડ રબારીએ ખૂબ જ મદદ કરી

1971માં નડાબેટમાં હવામાન ભારતીય સૈન્યને રણછોડ રબારીએ ખૂબ જ મદદ કરી હતી. તે સમયે ભારતીય સૈનિકો પાસે દારૂગોળો ખૂટી જતાં કટોકટીના સમયમાં સતત બે દિવસ સુધી રણછોડ રબારી(Ranchod Rabari)એ ઊંટ પર દારૂગોળો ખુફિયા માર્ગેથી પૂરો પાડ્યો હતો અને તે સમયે પણ પાકિસ્તાનના મલિન ઈરાદાઓને નાકામયાબ કરી જીત હાંસલ કરવામાં રણછોડ પગીએ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી.

અનેક મેડલથી રણછોડભાઇને સન્માનિત કરાયા હતા

રણછોડભાઈ રબારી(Ranchod Rabari)એ ભારતને 1965 અને 1971ના યુદ્ધમાં જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની આ કામગીરીથી ખુશ થઈને અનેકવાર તેમને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં ત્રણ પોલીસકર્મીઓને મારીને કોઠીમાં પુર્યા બાદ વારંવાર પાકિસ્તાનને ધૂળ ચટાડવામાં અગત્યની ભૂમિકા ભજવનાર રણછોડ રબારીને પાકિસ્તાનમાં જીવતો કે મરેલો પકડી લાવનારને 50 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી, ત્યારે આવા વીર બહાદુર સપૂત વિશે હવે બોલીવુડ હિન્દી ફિલ્મ બની છે, જે અંગે તેમના પરિવારજનો અને ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.

રણછોડ રબારીનું અવસાન 2013માં થયું

રણછોડભાઈ રબારી(Ranchod Rabari)એ વર્ષોથી સરહદી વિસ્તારની સેવા માટે પોતાનું જીવન પસાર કર્યું હતું. અનેકવાર મોટી ચોરી હોય કે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ હંમેશા દેશને સારા કામમાં પોતે મહત્વની ભૂમિકા ભજવી છે. 2013માં પોતાના ગામ લીંબુડામાં તેમનું અવસાન થયું હતું. તેમના અવસાનને લઈ લીંબુડા ગામ જોધાર આંસુએ રડયું હતું. સરહદી વિસ્તારના પોલીસ જવાનો તેમજ આર્મીના જવાનોએ પણ રણછોડભાઇ રબારીના અવસાનને લઈ ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે તેમને અંતિમ વિદાય અપાઈ હતી.

રણછોડભાઇ પાકિસ્તાની સેનાનો ત્રાસ વધતા ભારત આવી ગયા હતા

રણછોડભાઇ(Ranchod Rabari)ને પાકિસ્તાની સેનાનો ત્રાસ વધતા ભારત આવી ગયા હતા. ત્રણ પાકિસ્તાની પોલીસને બાંધી, બંદૂક લઈ ભારત આવી ગયા હતા. તેમને બનાસકાંઠા (Banaskantha)પોલીસને જાણ કરી માવસરી પોલીસ મથકમાં બંદુક જમા કરાવી, તેઓ મોસાળ લીંબાળા આવી ગયા હતા. તેમને ગામમાં ચોકીદાર તરીકે રાખ્યા હતા. પગની કુશળતાના કારણે આઠ આના પગાર આપતા હતા. રણછોડભાઇ ચોરને શોધી આપતા હોવાથી પોલીસ મદદ માટે લઇ જતી હતી.

આ પણ વાંચો- થરાદના યુવકે બોમ્બે અને હૈદરાબાદ છોડી બનાસકાંઠામાં શરૂ કર્યો પશુપાલનનો વ્યવસાય

રણછોડભાઇએ અનાજની ચોરીમાં મદદ કરી હતી

રણછોડભાઇ(Ranchod Rabari)એ અનાજની ચોરીમાં પણ મદદ કરી હતી. પાકિસ્તાનની માહિતી મંગાવી અને ખુફિયા માણસને ભારત લાવ્યા હતા, ત્યારથી રણછોડભાઇ પગી તરીકે ઓળખાતા થયા હતા. કોન્ટેબલ તરીકે 1962માં ભરતી કર્યા અને 1961માં સેના સુઇગામથી કચ્છના વિઘાકોટ જવા માટે 800 ગાડી, 50 પાણીના ટેન્કર સાથે નીકળ્યા હતા. નડાબેટથી વિઘાકોટ પહોંચ્યા બાદ સવાર સુધીમાં કેટલા પાકિસ્તાની માણસો ક્યાં હતા તે તમામ માહિતી આપી જીત મેળવી હતી.

રણછોડભાઈ રબારીના પૌત્રએ વ્યક્ત કરી પોતાની લાગણી

આ અંગે રણછોડભાઈ રબારીના પૌત્ર વિષ્ણુ રબારીએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મારા દાદાએ પાકિસ્તાન સૈન્ય સામે પોતાની જમીન જાણવાની શક્તિથી ભારતીય સેનાને બે વાર જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય પણ મારા દાદામાં કોઈપણ ચોર કે પશુઓના પગ ઓળખવાની અદભુત શક્તિ હતી, જેના કારણે તેઓએ ઘણા વર્ષોથી સરહદી વિસ્તારમાં પગી તરીકેની પોલીસ મથકમાં નોકરી પણ નિભાવી હતી. 2013ની સાલમાં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે આર્મીના જવાનો અને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. ત્યારે હાલમાં તેમના જીવન ચરિત્ર પર જે હિન્દી ફિલ્મ બની ગઈ છે તે ફિલ્મને લઈ અમારામાં ખુશીની લાગણી છવાઈ છે. કારણ કે, અત્યાર સુધી તેમનો આ ઇતિહાસ માત્ર અમારો પરિવાર અને અમારું ગામ જ જાણતું હતું અને આ ફિલ્મ આવવાથી આખું વિશ્વ તેમનું જીવન ચરિત્ર જાણી શકશે.

લીંબુળા ગામનું ગર્વ છે રણછોડભાઈ રબારી

આ અંગે લીંબુળા ગામના સરપંચ કરશનભાઈ રબારીએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રણછોડભાઇ સવાભાઇ રબારી આમ તો વાસરડા ગામના વતની હતા. પરંતુ તેઓએ મોસાળ પક્ષ લીંબુળામાં આવી પોતે ચોકિયાત તરીકે નોકરી કરતા હતા. રણછોડભાઇ રબારીમાં કુદરતે આપેલી એવી અદભૂત શક્તિ હતી કે, કોઈપણ વ્યક્તિ કે પશુ પાણીમાં ચાલ્યું હોય તો પણ તેઓ તરત ઓળખી જતા જેના કારણે તેમને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રણછોડ પગી નામનું બિરુદ પણ મળ્યું હતું. બે વારની ભારત પાકિસ્તાનની લડાઈમાં ભારતને જીત અપાવવામાં રણછોડભાઈ પગીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેના કારણે ભારતને બે વાર બનાસકાંઠા ચોકી પર જીત મળી હતી. જ્યારે જ્યારે રણછોડભાઈ પગીનું નામ અમારા ગામમાં આવે છે, ત્યારે અમને બહુ ગર્વ થાય છે કે, રણછોડભાઈ પગી અમારા ગામના હતા. ભારત પાકિસ્તાનના યુદ્ધના સમયે જનરલ માણેક શાહ અને વનરાજસિંહ જાલા DySPએ તેમને ખાસ નવાજ્યા હતા.

Last Updated : Aug 2, 2021, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.