ETV Bharat / state

બનાસકાંઠાની એક મહિલાના પત્રનો વડાપ્રધાને આપ્યો જવાબ - ડીસા

બનાસકાંઠા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોકીદાર શબ્દનો ઉપયોગ કર્યા બાદ વર્તમાન સમયમાં રાજનીતિ ગરમાઈ ચૂકી છે. ત્યારે પ્રધાનમંત્રીના આ ચોકીદાર શબ્દને સાર્થક કરતી ઘટના ડીસામાં જોવા મળી હતી. ડીસા જેવા એક નાનકડા શહેરની એક મહિલાના પત્રનો ન માત્ર જવાબ આપ્યો છે, પરંતુ તેના પ્રશ્નનું નિરાકરણ લાવીને પોતે દેશના ચોકીદાર છે. તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભાવિનીનો પરિવાર
author img

By

Published : Mar 29, 2019, 8:31 PM IST

એક તરફ દેશના રાજકારણના તમામ નેતાઓ ચૂંટણી પંચ મતદાન પ્રત્યે મતદારોમાં જાગૃતિ લાવવાના અથાગ પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી તરફ આ ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારોના મતદાન પ્રત્યેના ઉત્સાહને વહીવટી તંત્ર ઠેશ પહોંચાડી રહ્યું છે.

ડીસા શહેરમાં રહેતી ભાવિની ગંગવાણી યુવા મતદાર છે. તેને પણ આગામી ચૂંટણીમાં મતદાન કરવાની ઈચ્છા છે. જેથી પરિવારજનોએ ભાવિનીનું નામ મતદાર યાદીમાં નોંધાવ્યું હતું, પરંતુ મતદાન માટે સૌથી જરૂરી પૂરાવો માનવમાં આવતા મતદાર ઓળખકાર્ડ મેળવવા માટે ભાવિનીના પરિવારજનો છેલ્લા 6 માસથી ધક્કા ખાઈ રહ્યા હોવા છતાં ભાવિનીનું મતદાર ઓળખ કાર્ડ મળતું નહોતું. આખરે કંટાળીને ભાવિનીની માતાએ આ સમસ્યાના નિવારણ માટે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો.

મહિલાના પત્રનો આપ્યો વડાપ્રધાને જવાબ

તો આ પત્રનો વડાપ્રધાને આ બાબતે ગંભીરતા દર્શાવીને તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્રને ભાવિનીનું મતદાર ઓળખ કાર્ડ કાઢી આપવાની સૂચના આપી દીધી. તો આ મામલે વડાપ્રધાનની લેખિત સૂચનાથી સ્થાનિક વહીવટી તંત્ર કે જે છેલ્લા 6 માસથી ભાવિનીનું મતદાર ઓળખકાર્ડ નિકાળી નહોતું આપતું તે જ વહીવટી તંત્ર તાત્કાલિક ભાવિનીના માતાનો સંપર્ક કરીને ઘરે બેઠા મતદાર ઓળખકાર્ડ આપી ગયું. તો આ મામલે વડાપ્રધાન દ્વારા ડીસા જેવા નાનકડા શહેરની એક મહિલાની અરજી પર આટલી ગંભીરતા દર્શાવવામાં આવતા ભાવિનીની માતાએ પણ પ્રધાનમંત્રીને સાચા ચોકીદાર માન્યા છે.

પ્રધાનમંત્રીએ પોતાના સોશિયલ ઍૅકાઉન્ટ પર ચોકીદાર શબ્દનો ઉપયોગ કર્યા બાદ વિપક્ષો ચોકીદાર ચોર જેવા શબ્દોનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રીની મજાક ઉડાવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાને ડીસા જેવા નાનકડા શહેરની મહિલાના પત્રનો લેખિતમાં જવાબ આપીને પોતે સાચા અર્થમાં ચોકીદાર હોવાનું સાર્થક કરી બતાવ્યું છે.

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા.29 03 2019

સ્લગ... પી એમ ને પત્ર

એન્કર : પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ચોકીદાર શબ્દનો ઉપયોગ કર્યા બાદ વર્તમાન સમયમાં રાજનીતિ ગરમાઈ ચૂકી છે. ત્યારે પ્રધાનમંત્રીના આ ચોકીદાર શબ્દને સાર્થક કરતી ઘટના ડીસામાં જોવા મળી હતી.. પ્રધાન મંત્રીએ ડીસા જેવા એક નાનકડા શહેરની એક મહિલાના પત્રનો ન માત્ર જવાબ આપ્યો છે પરંતુ તેના પ્રશ્નનું નિરાકરણ લાવીને પોતે દેશના ચોકીદાર છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વી.ઑ. : એક તરફ દેશના પ્રધાન મંત્રી સહિત ચૂંટણી પંચ મતદાન પ્રત્યે મતદારોમાં જાગૃતિ લાવવાના અથાગ પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ્ આ ચુંટણીમાં પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારોના મતદાન પ્રત્યેના ઉત્સાહને વહીવટી તંત્ર ઠેશ પહોંચાડી રહ્યું છે.. આવી જ એક ઘટના ડીસામાં બની છે.. ડીસા શહેરમાં રહેતી ભાવિની ગંગવાની યુવા મતદાર છે અને તેને પણ આગામી ચૂંટણીમાં મતદાન કરવાની ઈચ્છા છે.. અને એટલા જ માટે તેના પરિવારજનોએ ભાવિનીનું નામ મતદાર યાદીમાં નોંધાવ્યું હતું.. પરંતુ મતદાન માટે સૌથી જરૂરી પુરાવો માનવમાં આવતા મતદાર ઓળખ કાર્ડ મેળવવા માટે ભાવિનીના પરિવારજનો છેલ્લા ૬ માસથી ધક્કા ખાઈ રહ્યા હોવા છતાં ભાવિનીનું મતદાર ઓળખ કાર્ડ મળતું નહોતું.. જેથી આખરે કંટાળીને ભાવિનીની માતાએ આ સમસ્યાના નિવારણ માટે પ્રધાન મંત્રીને પત્ર લખ્યો હતો. પ્રધાનમંત્રીને પત્ર લખ્યા બાદ પ્રધાનમંત્રીએ આ બાબતે ગંભીરતા દર્શાવીને તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્રને ભાવિનીનું મતદાર ઓળખ કાર્ડ કાઢી આપવાની સૂચના આપી દીધી.. અને પ્રધાન મંત્રીની લેખિત સૂચનાથી સ્થાનિક વહીવટી તંત્ર કે જે છેલ્લા ૬ માસથી ભાવિનીનું મતદાર ઓળખ કાર્ડ નિકાળી નહોતું આપતું તે જ વહીવટી તંત્ર તાત્કાલિક ભાવિનીના માતાનો સંપર્ક કરીને ઘરે બેઠા મતદાર ઓળખ કાર્ડ આપી ગયું.. પ્રધાનમંત્રી દ્વારા ડીસા જેવા નાનકડા શહેરની એક મહિલાની અરજી પર આટલી ગંભીરતા દર્શાવવામાં આવતા ભાવિનીની માતાએ પણ પ્રધાન મંત્રીને સાચા ચોકીદાર માન્યા છે.

બાઇટ... મનીષા ગંગવાની 
( મનીષા ની માતા )

વી.ઑ. : પ્રધાન મંત્રીએ પોતાના સોસિયલ એકાઉન્ટ પર ચોકીદાર શબ્દનો ઉપયોગ કર્યા બાદ વિપક્ષો ચોકીદાર ચોર જેવા શબ્દોનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રીની મજાક ઉડાવી રહ્યા છે.. ત્યારે પ્રધાનમંત્રીએ ડીસા જેવા નાનકડા શહેરની મહિલાના પત્રનો લેખિતમાં જવાબ આપીને પોતે સાચા અર્થમાં ચોકીદાર હોવાનું સાર્થક કરી બતાવ્યુ છે અને તે પોતે દેશના ખૂણે ખૂણે વસ્તી જનતાના પ્રશનોનું ન માત્ર ધ્યાન રાખે છે પરંતુ તેનું નિરાકરણ પણ લાવી રહ્યા છે.

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.