ETV Bharat / state

ડીસામાં હરિઓમ સ્કુલ પાછળ ચાલતો દેહવ્યાપારનો ધંધો ઝડપાયો - banaskamtha police news

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાના ડીસામાં આવેલા એક ફ્લેટમાંથી કૂટણખાનું ઝડપાયું છે. આ કૂટણખાનું ચલાવતા પતિ-પત્ની અને એક હોમગાર્ડ સહિત કુલ 4 લોકોની અટકાયત કરી છે. જે મામલે ડીસા દક્ષિણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસામાં હરિઓમ સ્કુલ પાછળ ચાલતો દેહવ્યાપારનો ધંધો ઝડપાયો

author img

By

Published : Apr 21, 2021, 9:05 PM IST

  • ડીસામાં હરિઓમ સ્કુલ પાછળ ચાલતો દેહવ્યાપારનો ધંધો ઝડપાયો
  • પોલીસે બાતમીના આધારે પાડ્યા દરોડા
  • પોલીસે રેડ દરમિયાન 4 લોકોની કરી અટકાયત

બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દેહવ્યાપારના ધંધાની બદી ખૂબ જ જોવા મળે છે. જે અંતર્ગત ડીસાના લાટી બજાર વિસ્તારમાં પણ આ પ્રવૃત્તિ ઘણા સમયથી ચાલી રહી હોવાની માહિતી મળતા જ ડીસા વિભાગના DySP ડો. કુષલ ઓઝા અને ડીસા દક્ષિણ પોલીસની ટીમે મહાલક્ષ્મી ફ્લેટમાં દરોડા પાડયા હતા. જ્યાં એક પતિ-પત્ની અહીં ભાડેથી ફ્લેટ રાખીને કૂટણખાનું ચલાવતા હોવાનું માલુમ પડ્યું હતું. ફ્લેટમાં રેડ કરતા જ આ પતિ-પત્ની બહારથી છોકરીઓને પ્રલોભન આપી બોલાવતા હતા અને આ છોકરીઓ જોડે શરીરસુખ માણવા માટે ગ્રાહકોને બોલાવી 500 રૂપિયામાં છોકરીઓના દેહ વેપાર કરાવતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે વધુ તપાસ કરતા ફ્લેટમાંથી એક હોમગાર્ડ પણ દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલો ઝડપાયો હતો.

પોલીસે બાતમીના આધારે પાડ્યા દરોડા

આ પણ વાંચો: વાપીમાં પોલીસે કૂટણખાનું ચલાવતી મહિલા સહિત 2 લોકોની કરી ધરપકડ

પોલીસે રેડ દરમિયાન 4 લોકોની કરી અટકાયત

ડીસા દક્ષિણ પોલીસે આ કૂટણખાનું ચલાવતા અને તેની સાથે સંકળાયેલા પતિ-પત્ની એક હોમગાર્ડ સહિત કુલ 4 લોકોની અટકાયત કરી છે. જેઓની પાસેથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને જ્યારે આરોપીઓ સામે ઇમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દેહવિક્રયની પ્રવૃત્તિ ખૂબ જ વધી ગઈ છે અને છેલ્લા એક વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લામાંથી ચોથીવાર કૂટણખાનું ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે જે મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા : રહેણાંક મકાનમાં કૂટણખાનું ચલાવતા 3 લોકોની અટકાયત

ઝડપાયેલા આરોપીઓ

1.બાબુ હેમાભાઈ પરમાર-પતિ

2.રાધાબેન બાબુભાઇ પરમાર-પત્ની

3.કિશનજી ચેનજીજી ઠાકોર

4.પ્રવીણ રતાભાઈ પરમાર-હોમગાર્ડ જવાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.