ETV Bharat / state

Surat Crime News : ફૂટપાથ પર રહીને ગુજરાન ચલાવતી મહિલાની દોઢ વર્ષીય બાળકીનું થયું અપહરણ - Little girl kidnapped in Surat

સુરતમાં મહીધરપુરા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતી મહિલાની દોઢ વર્ષીય બાળકીનું અપહરણ થયું હતું. ત્યારે આ ઘટનાના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં એક મહિલા બાળકીને લઈ જતી જોવા મળે છે. ત્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Surat Crime ફૂટપાથ પર રહીને ગુજરાન ચલાવતી મહિલાની દોઢ વર્ષીય બાળકીનું અપહરણ

author img

By

Published : Jan 23, 2023, 5:56 PM IST

રેખા નામની મહિલા અવારનવાર આવતી હતી

સુરતઃ શહેરમાં ગુનાખોરીની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ત્યારે મહીધરપુરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની દોઢ વર્ષીય બાળકીનું અપહરણ થતા પોલીસે દોડતી થઈ છે. આ અપહરણની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ ક્રાઈમબ્રાન્ચની ટીમે પણ અપહરણકર્તા મહિલાની શોધખોળ શરૂ કરી દીધી છે. ફૂટપાથ પર રહેતા શ્રમજીવી પરિવારની દિકરીના થયેલા અપહરણ બાદ પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે.

આ પણ વાંચો Kidnapping and robbery case resolved: પીપોદરા નજીક બનેલ અપહરણ વિથ લૂંટનો ભેદ ઉકેલાયો

ફૂટપાથ પર રહી ગુજરાન ચલાવે છે મહિલાઃ મળતી માહિતી અનુસાર, શહેરના મહીધરપુરા રૂવાળા ટેકરા પાસે શારદાબેન નામની મહિલાના પતિનું દોઢ વર્ષ પહેલા અવસાન ગયું છે. તેઓ 5 વર્ષીય પુત્ર અને દોઢ વર્ષની એક પુત્રી સાથે ફૂટપાથ પર રહે છે. બાળકોના ભરણપોષણ માટે તે દાતણ વેચી ગુજરાન ચલાવે છે, પરંતુ તેની દોઢ વર્ષની બાળકીનું અપહરણ થઈ જતા તે ખૂબ જ ચિંતામાં મુકાઈ ગઈ હતી. આ અંગે તેમણે મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

રેખા નામની મહિલા અવારનવાર આવતી હતીઃ ફરિયાદી શારદાબેને જણાવ્યું હતું કે, જે જગ્યાએ દાતણ વેચતી હતી. ત્યાં છેલ્લા પંદરેક દિવસથી એક મહિલા તેની પાસે આવતી હતી અને આ મહિલાએ પોતાનું નામ રેખા જણાવ્યું હતું. રેખા નામની આ મહિલા આખો દિવસ ત્યાં આવતી હતી અને શારદાબેનના દિકરાને રમાડતી હતી અને નજીક આવેલી ચા નાસ્તાની લારી પર નાસ્તો કરાવવા પણ લઇ જઈ જતી હતી.

બાળકીની શોધખોળ કરી હતીઃ શારદાબેનએ પોલીસને જણાવ્યું હતું કે, 21 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યાની આસપાસ રેખા ત્યાં આવી હતી. તેમની દોઢ વર્ષની દીકરીને રમાડી રહી હતી. આ દરમિયાન શારદાબેને રેખાને દીકરીનું ધ્યાન રાખવાનું કહી પોતે બાથરૂમ ગયા હતા. રેખાબેને પરત આવીને જોયું તો રેખા દીકરીને લઈને ખાઉધરા ગલી તરફ જઈ રહી હતી. તેમને લાગ્યું કે, તે દીકરીને નાસ્તો કરાવવા લઇ જઈ રહી છે, પરંતુ ઘણા સમય સુધી રેખા દીકરીને લઈને પરત ન આવતા તેઓએ બાળકીની શોધખોળ કરી હતી.

અન્ય સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહ્યા છેઃ આ અંગે DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, મહીધરપુરા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતી શારદાબેનએ જણાવ્યું હતું કે, તેમની દોઢ વર્ષની દીકરીનું અપહરણ થયું છે. કેસની ગંભીરતા જોઈ પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી. બાળકીની શોધખોળ માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. આ કેસમાં પોલીસે સીસીટીવીની પણ તપાસ કરી હતી, જેમાં એક મહિલા બાળકીને લઈ જતી જોવા મળી રહી છે.

ફરિયાદી મહિલાએ જણાવી વાત DCPએ વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદી માતાએ જણાવ્યું છે કે, છેલ્લા 15 દિવસથી આ મહિલા તેમના સંપર્કમાં આવી હતી. તે મહિલા કોણ છે. તે અંગેની વધુ જાણકારી ફરિયાદી પાસે નથી, જેથી અમે વધુ તપાસ કરવા માટે અન્ય સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહ્યા છે. ફરિયાદી મહિલા ફૂટપાથ પર રહી દાંતણ વેચવાનું કામ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.