- ડીસામાં ખેડૂતોને સારી આશાએ બટાકાનું મબલક વાવેતર
- બટાકાના ભાવ ગગડતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન
- 35થી 40 રૂપિયાની જગ્યાએ 12થી 15 રૂપિયામાં બટાકા વેચાય છેડીસામાં ખેડૂતોને સારી આશાએ બટાકાનું મબલક વાવેતર
બનાસકાંઠાઃ ડીસાને બટાકાની નગરી તરીકે ઓળખવામાં આવે છે. ડીસાનું બટાટુ બનાસકાંઠા જિલ્લા સહિત બહારના રાજ્યોમાં સારી માગ રહેતી હોય છે. જેના કારણે ડીસાના ખેડૂતો મોટી સંખ્યામાં બટાકાનું વાવેતર કરે છે પરંતુ છેલ્લાં પાંચ વર્ષથી સતત મંદીના કારણે ખેડૂતોને બટાકાના પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાવાયરસની મહામારીના કારણે બટાકાની માગતો હતી જેના કારણે બટાકાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો. જેના કારણે ખેડૂતોએ આ વર્ષે ફરી એક વાર બટાકાના ભાવ સારા મળવાની આશાએ મોટી સંખ્યામાં વાવેતર કર્યું હતું અને છેલ્લા પાંચ વર્ષમાં જે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો તેમાંથી બહાર આવવાની એક આશા બંધાઈ હતી.
બટાકાના ભાવ ગગડતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે બટાકામાં ઐતિહાસિક ભાવ વધારો થયો હતો. જેમાં કોરોના મહામારીના સમયમાં માસાહારની જગ્યાએ શાકાહાર તરફ લોકો વધતાં અને અન્ય રાજ્યમાં બટાકાનો પાક નિષ્ફળ જતા અહીં બટાકાની માગ વધી જતા ભાવ આસમાને પહોંચ્યો હતો. જે બટાકા એવરેજ 12થી 15 રૂપિયે કિલો હોલસેલમાં વેચાતા હતા તે જ બટાકાનો ભાવ લોકડાઉનના સમયમાં 40 રૂપિયા પર પહોંચ્યો હતો. જેના કારણે બટાકાના ખેડૂતો અને વેપારીઓને છેલ્લા ચાર-પાંચ વર્ષથી થતા જે નુકસાન થતું હતું. તેમ ખાસો એવો ફાયદો થયો હતો. જોકે હવે ફરી એકવાર બટાકાનો ભાવ ગગડી ગયો છે. આમ તો દર વર્ષે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં નવા બટાકાની આવક શરૂ થતી હોય છે. પરંતુ આ વર્ષે બટાકા 15 થી 20 દિવસ પહેલા જ માર્કેટમાં આવી જતા હવે બટાકાનો ભાવ ગગડી ગયો છે. જે બટાકા 35થી 40 હોલસેલમાં વેચાતા તે જ બટાકા હવે એક મહીનાની અંદર 12થી15 રૂપિયે વેચાઇ રહ્યા છે. જેના કારણે ડીસા સહિત આજુ-બાજુના પંથકના જે ખેડૂતો અને વેપારીઓ પાસે બટાકા પડ્યા છે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
35 થી 40 રૂપિયાની જગ્યાએ 12 થી 15 રૂપિયામાં બટાકા વેચાય છે.
ડીસામાં ગત વર્ષે બટાકાનો ભાવ આસમાને રહેતા ખેડૂતોએ પણ મોંઘાદાટ બિયારણો લાવી બટાકાનું વાવેતર થયું હતું. ખેડૂતોએ મોંઘુદાટ બિયારણ ખાતર અને મજૂરી કરી બટાકા નો પાક તૈયાર કર્યો છે, જેથી બટાકાની પડતર કિંમત વધુ છે અને ૨૦ રૂપિયે કિલો બટાકા વેચાય ત્યાં સુધીમાં તો ખેડૂત ને પડતર કિંમત જ મળે છે પરંતુ હવે નવો માલ માર્કેટ માં આવતા જ આ બટાકા હોલસેલ ભાવ 10 થી 15 રૂપિયા જેટલો છે જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે બીજી તરફ હોલસેલ માર્કેટમાં બાર થી પંદર રૂપિયા વેચાતા હોવા છતાં પણ રિટેલમાં માર્કેટ બટાકા ૩૦ થી ૪૦ રૂપિયા માંજ વિચારી રહ્યા છે, ત્યારે વચેટિયાઓ કમાઈ રહ્યા છે અને ખેડૂતો નુકશાની ભોગવી રહ્યા છે. અત્યારે સૌથી વધુ નુકસાન ગૃહિણીઓને થઈ રહ્યું છે કે જેઓ ૪૦ થી ૫૦ રૂપિયે બટાકા ખરીદે છે જ્યારે રિટેલ માર્કેટમાં આટલા મોંઘા ભાવે બટાકા વેચતા હોવા છતાં પણ ખેડૂતને જ માત્ર દસથી બાર જ રૂપિયા કિલો બટાકા વેચવા પડે છે.