- કોરોના સંક્રમણ વધતા સમાઘોઘા ગામમાં આંશિક લોકડાઉન લેવાયો નિર્ણય
- તારીખ 6 એપ્રિલથી 18 એપ્રિલ સુધી રહેશે લોકડાઉન
- ગામમાં બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે
કચ્છઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિત મોટા શહેરોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામમાં કોરોનાના કેસમાં વધારો થતા સમાઘોઘા ગ્રામપંચાયત દ્વારા ગામમાં તારીખ 6 એપ્રિલથી 18 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને લોકડાઉનનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચોઃ મોરબીના પાનેલી ગામમાં આંશિક લોકડાઉન
તમામ લોકોએ કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવા જણાવાયું
આંશિક લોકડાઉનમાં બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે. ગામના તમામ લોકોએ કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવા જણાવાયું છે, તેમજ જરૂર ન હોય તો ઘરથી બહાર ના નીકળવા આદેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત માસ્ક અને સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ખાનપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન પાડ્યું