લોકસભાની ચૂંટણીમાં જેમ જેમ ઉમેદવારોની ટિકિટ ફાઇનલ થતી જાય છે. તેમ તેમ ઉમેદવારો પોતાના વિસ્તારની મુલાકાતોનો દોર પણ શરૂ કરી દીધો છે. બનાસકાંઠા જિલ્લાની લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે રાજ્ય મંત્રી પરબત્તભાઇ પટેલનાનામ પર મહોર લાગ્યા બાદ પરબતભાઇ પટેલ ગુરૂવારના રોજ પોતાનો લોકસંપર્કનો કાર્યક્રમમાં પવિત્ર ધામ અંબાજીથી માતાજીનાઆશીર્વાદ લઇ પ્રારંભ કર્યો છે.
પરબતભાઇ પટેલ ગુરૂવારના રોજ અંબાજી મંદિરે પહોંચી માઁ અંબાનાં આશીર્વાદ લીધા હતા. તો આ કાર્યક્રમમાં પુજારીએ પણ તેમને કુમકુમ તિલક કરી ચુંદડી ઓઢાડી કમળનું પુષ્પ અર્પણ કર્યું હતું. ત્યાર બાદ માતાજીની ગાદીએ પણ ભટ્ટજી મહારાજનાઆશીર્વાદ લઇ રક્ષાપોટલી બંધાવી વિજયનાઆશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ત્યારબાદ પરબતભાઇ પટેલે અંબાજીનાકેટલાક વિસ્તારોમાં લોકસંપર્ક કરતાં વિવિધ મંડળો સહિત અન્ય જ્ઞાતીના લોકોએ પણ તેમનો ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું. આ લોકસંપર્કના પ્રારંભમાં જ ભોજન પણ અંબાજી ખાતે જ જમ્યુ હતું.
તો અંગે પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, તેમને ટિકીટની ફાળવણી થયાબાદ સૌ પ્રથમ અંબાજી માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલાવિકાસનાકાર્યોની વાત પ્રજા સમક્ષ ચોક્કસ પણે બનાસકાંઠાનું કમળ દિલ્હી મોકલશે તેમ જણાવ્યું હતું.