બનાસકાંઠા : દેશમાં કોરોના વાઇરસને લઈ દિવસેને દિવસે સ્થિતિ ગંભીર થતી જાય છે. જેને ડામવા માટે દેશના લોકો અલગ-અલગ પ્રકારના ઉપાયો કરી રહ્યા છે, ત્યારે આવા સમયે હવે વિવિધ નગરપાલિકાઓ પણ કોરોના વાઇરસ સામે રક્ષણ મળી રહે તે માટે મેદાનમાં આવી રહી છે. લોકો કોરોના વાઇરસ સામેની લડતમાં જોડાઇ તે માટે નગરપાલિકા દ્વારા લોકોને સાવચેતીના પગલાં લેવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેમાં ડીસા નગરપાલિકા દ્વારા નવી પહેલ કરવામાં આવી હતી. ડીસા નગરપાલિકામાં બહારથી આવતા તમામ લોકોને નગરપાલિકા બહારથી જ હાથ સાફ કરી આવવા માટે પહેલ કરવામાં આવી હતી.
બીજી તરફ નગરપાલિકામાં કામ કરતા તમામ કર્મચારીઓને પણ હાથ ધોઈ આવવા માટે અપીલ કરવામાં આવી હતી. જેનાથી કોરોના વાઇરસથી બચી શકાય. જેમાં ડીસા નગરપાલિકામાં આવતા તમામ લોકો આ પહેલમાં જોડાતા જોવા મળ્યા હતા. જ્યાં સુધી કોરોના વાઇરસની લડત પુરી ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવા માટે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
વધુમાં ડીસા શહેરની જનતા કામ સિવાય બહાર ન નીકળે, નગરપાલિકામાં ઇમરજન્સી કામ હોય તો આવવું અને જાતે સાવધાની રાખશો તો જ કોરોના સામે બચી શકાશે તેવું ડીસા નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું.