અમીરગઢ: બનાસકાંઠાના અમીરગઢ બોર્ડર પરથી અનેકવાર દેશ વિરોધી પ્રવૃતિઓને પોલીસ અટકાવે છે, કોરોના મહામારીને લઈને આ બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન મુંબઈથી આવી રહેલી એક કારને પોલીસે અટકાવી તપાસ કરતા તેમાંથી સવા ત્રણ કિલો ચરસનો જથ્થો મળી આવ્યો છે. જે બાદ સ્થાનિક પોલીસ ચોંકી ઉઠી હતી અને તરત જ ચરસના જથ્થા અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા જિલ્લા એલ.સી.બી, એસ.ઓ.જી સહિતની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરતા કારમાંથી 3.242 કિલોગ્રામનો ચરસનો જથ્થો ઝડપાયો હતો.
- અમીરગઢ બોર્ડર પર ચરસનો જથ્થો ઝડપાયો
- પોલીસે બે આરોપીની અટકાયત કરી
- કારમાંથી 3.242 કિલોગ્રામનો ચરસનો જથ્થો ઝડપાયો
પોલીસે ચરસના જથ્થા સાથે કારચાલક એન્સ્ટોન ફાસ્ટઈન લિગોરી ખ્રિસ્તી અને ફાસ્ટઇન લિગોરી ખ્રિસ્તી એમ પિતા-પુત્રની અટકાયત કરી હતી. પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા પિતા-પુત્ર ચરસનો જથ્થો મુંબઈથી લઇ રાજસ્થાન તરફ જતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અત્યારે બંને આરોપી પિતા પુત્રને ચરસના જથ્થા સાથે ઝડપી લઈ NDPS એક્ટ મુજબ ગુનોં નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, અમીરગઢ બોર્ડર પરથી ઝડપાયેલા ચરસના જથ્થો કેમ લાવવામાં આવતો હતો અને કોણે કોણે આ ચરસનો જથ્થો પહોંચાડવામાં આવતો હતો, જે દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.