ETV Bharat / state

સ્કીલ ડેવલપમેન્ટના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચનાર રાજસ્થાનના દંપતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ - સ્કીલ ડેવલોપમેન્ટ યોજના

પાલનપુરઃ તાલુકામાં સ્કીલ ડેવલપમેન્ટના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચનાર રાજસ્થાનના દંપતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતમાં સ્કીલ ડેવલપમેન્ટ નામે તાલીમાર્થી દીઠ 3000 રૂપિયા ઉઘરાવીને કોર્સ બાદ 14000 પરત આપવાની બાહેંધરી આપી હતી. ચેક વટાવતાં ચેક ખોટા સાબિત થતાં 13 કરોડનું કૌભાંડ સામે આવ્યું હતું.

સ્કીલ ડેવલપમેન્ટના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચનાર રાજસ્થાનના દંપતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
author img

By

Published : Sep 1, 2019, 10:30 PM IST

પ્રધાનમંત્રીની સ્કીલ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી યુવાનોને વિવિધ તાલીમ આપવા માટે કંપનીઓને CRS ગ્રાન્ટ આપવામાં આવે છે. જેનો સહારો લઈ કેટલાંક લેભાગુ તત્વો લોકોને છેતરી રહ્યાં છે. રાજસ્થાનના જયપુરમાં રહેતાં આરોપી ભૂપેન્દ્ર યાદવ અને તેની પત્ની પૂનમ યાદવે ગુજરાતમાં 13 કરોડનું કૌભાંડ આચર્યુ છે.

સ્કીલ ડેવલપમેન્ટના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચનાર રાજસ્થાનના દંપતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

આરોપીઓએ દરેક જિલ્લામાંથી પ્રોજેક્ટ ડાયરેક્ટર નીમ્યા હતા. જેમણે સ્કીલ ડેવલપમેન્ટની નામે વિદ્યાર્થી દીઠ 3000 રૂપિયા ઉઘરાવ્યા હતા. કોર્સ પૂરો થયા બાદ તાલીમાર્થી દીઠ 14000 રૂપિયા મળશે તેવી બાહેંધરી આપી હતી. પરંતુ તાલીમ પૂર્ણ થયા બાદ રાજસ્થાન ફેડરેશનના ચેક ખોટા સાબિત થયા હતાં. જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુજરાત પ્રોજેક્ટ તરીકે ફરજ બજાવતા પંકજ શર્માએ ફરિયાદ નોંધાવી છે.

Intro:એપ્રુવલ.. બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.01 09 2019

સ્લગ...પાલનપુરમાં ફરી એકવાર કરોડો રૂપિયાની છેતરપીંડી....

એન્કર ......સ્કીલ ડેવલોપમેન્ટ માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. પરંતુ સરકારની આ યોજનાઓનો ગેરલાભ ઉઠાવી કેટલાક લેભાગુ તત્વો લોકો સાથે આચરી રહ્યા છે. છેતરપિંડી રાજસ્થાનના ઈસમોએ ગુજરાતમાં સ્કીલ ડેવલપમેન્ટ ના નામે વ્યક્તિદીઠ 3000 રૂપિયા ઉઘરાવી આચર્યું છે 13 કરોડ થી વધુનો કૌભાંડ. આ સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

Body:વી.ઓ......દેશ અને રાજ્યમાં સરકારી યોજના ઓ ના નામે કૌભાંડની બાબતો વારંવાર સામે આવી રહી છે. પ્રધાનમંત્રીની સ્કીલ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી યુવાનોને અનેક તાલીમો માટે મોટી કંપનીઓના સીએસઆર ગ્રાન્ટ આપવામાં આવે છે. આ ગ્રાન્ટ થી દેશના વિકાસને યુથને તાલીમ આપવાની યોજનાઓ ચાલે છે. પરંતુ રાજસ્થાન ના જયપુર ખાતે રહેતા ભૂપેન્દ્ર યાદવ અને તેમની પત્ની પૂનમ યાદવે ગુજરાતમાં 13 કરોડથી વધુનું કોભાંડ કર્યું છે. દરેક જિલ્લાઓમાંથી તેમણે પ્રોજેક્ટ ડાયરેક્ટર નીમ્યા હતા અને જે લોકોને સ્કીલ ડેવલપમેન્ટ ની તાલીમ આપવાની છે. તે અંતર્ગત 3000 રૂપિયા ઉઘરાવ્યા હતા આ લેભાગુ તત્વોએ સ્કિલ ડેવલપમેન્ટ પૂરૂ થયા બાદ તાલીમાર્થી દીઠ 14000 રૂપિયા મળશે તેવી બાહેધરી આપી હતી. પરંતુ તાલીમ પૂર્ણ થયા બાદ તેઓએ જે ચેક આપ્યા તે પણ ખોટા હતા. રાજસ્થાન ફેડરેશન નું ચેક આપ્યો હતો તેની પણ તપાસ કરતાં તે ચેક ખોટો હોવાનું બહાર આવ્યું હતું જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુજરાતના પ્રોજેક્ટ તરીકે ફરજ બજાવતા પંકજકુમાર શર્માએ ફરિયાદ નોંધાવી છે.

બાઈટ....પંકજકુમાર શર્મા (ફરિયાદી)

Conclusion:વી.ઓ......પંકજકુમાર શર્મા સાથે ગુજરાત ભરના અનેક લોકો આ પ્રોજેક્ટમાં જોડાયેલા હતા. જેથી તમામના નાણાં પંકજકુમાર ને આપવામાં આવ્યા હતા અને તે નાણાં પંકજકુમારે ભૂપેન્દ્ર યાદવ અને પંકજ પૂનમ યાદવ ને આપ્યા હતા. માહિતી મુજબ પૂનમ યાદવ જોધપુર ભાજપ મહિલા મોરચા માં ઉપપ્રમુખ છે અને મોટી રાજકીય વગ ધરાવે છે જેથી આ લોકો કાયદા થી ડરતા નથી. ત્યારે આ સમગ્ર મામલે અત્યારે તો પાલનપુર પશ્ચિમ પોલીસે છેતરપિંડી અને ચેક બાઉન્સ મામલે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે......

બાઈટ...એ આર જનકાન્ત
( ડી વાય એસ પી ,પાલનપુર )

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.