છાપીઃ બનાસકાંઠાના વડગામ તાલુકાના વાળા નજીક શનિવારે મોડી રાત્રે બે ટ્રક અને એક કાર એક ત્રણ વાહનોનો (Triple Vehicle Accident on National Highway) અકસ્માત થયો હતો. જેમાં કારમાં બેઠેલી ત્રણ વ્યક્તિઓનું મૃત્યું (On the Spot Death) થયું હતું. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં (Banaskantha Civil Hospitla) ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા પંથકમાં માર્ગ અકસ્માતના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે. જે ખરેખર ચિંતાજનક છે. બનાસકાંઠા (Accident on National Highway) જિલ્લામાં નેશનલ હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં વધતા અનેક મોટા પ્રશ્નો ઊભા થયા છે.
આ પણ વાંચોઃ બેંકના કેશિયરે કરી 71.43 લાખની ઉચાપત, કેશિયર સામે નોંધાયો ગુન્હો
બેદરકારી ભર્યું ડ્રાઈવિંગઃ અકસ્માતના મોટાભાગના કેસમાં હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સતત નાના મોટા અકસ્માતો સર્જાતા અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાલનપુરથી મહેસાણા સિક્સ લેન હાઇવેનું કામ છેલ્લા લોકડાઉન સમયથી ચાલું છે. પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અનેક લોકોના હાઇવે ઉપર મોત થયા છે. કોન્ટ્રકટર દ્વારા પુલ નજીક કોઈપણ પ્રકારના રિફ્લેકટર, રેડિયમ લગાવવામાં ન આવેલ જેના કારણે હાઇવે પર વધુ સ્પીડથી આવતા વાહનો અટવાય જાય છે. જેના કારણે છાપી નજીક અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે હાલમાં અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
કારનો કુડચો બોલી ગયોઃ છાપી પાસે તૈયાર થઈ રહેલા રોડ પર કોઈ રેડિયમ,સાઈન કે સિગ્નલ ન હોવાથી વાહનચાલકો અટવાઈ જાય છે. શનિવારે પણ વાહનચાલકો સાથે આવું જ બન્યું હતું. ટ્રક વધુ સ્પીડમાં હોવાથી પુલ આવી જતા ડ્રાઈવરે સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતા આગળ ચાલી રહેલી કારને ટ્રકે જોરદાર ધડાકા સાથે ટક્કર મારી દીધી હતી. આ ટ્રકની પાછળ આવી રહેલો બીજો ટ્રક પણ આગળના ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો. કારને વધુ ટક્કર લાગતા કારનું પડીકું વળી ગયું હતું. પાછળથી ટક્કર થઈ હોવાને કારણે ડેકીથી લઈને આગળની સીટ સુધીના ભાગનો કુડચો બોલી ગયો હતો. જ્યારે પાછળ આવી રહેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો. છાપી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓ અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. એ સમયે રસ્તામાં કાળ ભરખી ગયો.
આ પણ વાંચોઃ દારૂના નશામાં વેપારીએ ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી... કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ
મૃતકોની યાદી
1. હર્ષદકુમાર ભાણાભાઈ દોસીયલ (ઉ.વ. 23, રહે. કાનાવાડા, જીલ્લો તારાપુર)
2. પંકજકુમાર કાનજીભાઈ દોશી (ઉ.વ. 31, રહે. કાનાવાડા, જીલ્લો તારાપુર)
3. સિસોદિયા હિતેન્દ્રસિંહ દિલીપસિંહ (રહે.દલવાડા)