ETV Bharat / state

બનાસકાંઠાના થરાદમાં સામૂહિક આત્મહત્યા : માતાએ ચાર પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું, 2 બાળકીઓનો બચાવ - Mass Suicide

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં એક માતાએ પોતાની ચાર બાળકીઓ સાથે ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે સમયે આસપાસમાં લોકો હોવાથી તેમણે કુલ 5 લોકો પૈકી 2 બાળકીઓને બચાવી લીધી હતી. જ્યારે માતા સહિત 2 બાળકીઓના મોત નિપજ્યા છે. સ્થાનિક પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠાના થરાદમાં સામૂહિક આત્મહત્યા
બનાસકાંઠાના થરાદમાં સામૂહિક આત્મહત્યા
author img

By

Published : Jul 17, 2021, 10:40 PM IST

  • માતાએ ચાર પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું
  • કુલ 5 લોકો પૈકી 2 બાળકીઓનો આબાદ બચાવ
  • પોલીસે આત્મહત્યાનું કારણ શોધવા તજવીજ હાથ ધરી

બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે, પરંતુ તેની આડઅસર રૂપે તેમાં અવારનવાર લોકો કૂદીને આત્મહત્યા કરી લેતા હોય છે. એવો જ એક ચોંકાવનારો કિસ્સો આજે શનિવારે સામે આવ્યો છે. નજીકના એક ગામમાં રહેતી એક મહિલાએ પોતાની ચાર બાળકીઓ સાથે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. જોકે, આત્મહત્યા કરનારા 5 લોકો પૈકી 2 બાળકીઓને બચાવી લેવામાં આવી હતી. જ્યારે માતા સહિત 2 બાળકીઓના મોત નિપજ્યા હતા.

બનાસકાંઠાના થરાદમાં સામૂહિક આત્મહત્યા

4 મહિનાની બાળકીનું નામકરણ થાય તે પહેલા જ થયું મોત

માતાએ પોતાની 4 મહિનાની બાળકી સહિત કુલ 4 પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. જોકે, તે સમયે આસપાસમાં હાજર લોકોએ તેમને કૂદતા જોતા બચાવવા માટે દોડી ગયા હતા. તેમણે ભારે જહેમત બાદ આત્મહત્યા કરનારા 5 લોકો પૈકી 2 બાળકીઓને બચાવી લીધી હતી. જ્યારે, માતા સહિત 4 મહિનાની બાળકી કે જેનું નામકરણ પણ થયું નહોતું, તેણે બચાવી શક્યા ન હતા.

પોલીસે તપાસ હાથ ધરી

બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સામૂહિક આત્મહત્યાને પગલે કેનાલની આસપાસના ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે માતા તેમજ 2 પુત્રીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તેમની આત્મહત્યા કરવા પાછળનું કારણ શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.