બનાસકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણને પગલે સમગ્ર દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ ચીજ વસ્તુઓની ટ્રાન્સપોર્ટેશન પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ત્યારે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ રાજસ્થાનમાંથી બુટલેગરોના યેનકેન પ્રકારે દારૂ લાવવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે.
રાજસ્થાનથી દારૂ ભરેલી ટ્રક અમીરગઢ બોર્ડર પરથી ગુજરાતમાં લાવવાનો પ્રયાસ કરતા રાજસ્થાન પોલીસે ઝડપી પાડી છે. અવનવી તરકીબો અપનાવતા બુટલેગરો આ વખતે પ્લાસ્ટિકની બોરીઓની નીચે દારૂ છુપાવીને ગુજરાતમાં લાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. પરંતુ રાજસ્થાનની માવલ પોલીસે તેમના આ ઇરાદાને નાકામયાબ કરી દારૂ ભરેલી ટ્રક સહિત ચાલકની અટકાયત કરી હતી અને દારૂ અને ટ્રક સહિત કુલ ૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.