બનાસકાંઠા-નડાબેટઃ દેશના વીર જવાનો દેશની રક્ષા કરવા માટે શિયાળો,ઉનાળો કે ચોમાસુ હોય ત્યારે ગમે તેવી સ્થિતિમાં તહેનાત જ રહે છેે. અત્યારે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે જેમાં ભારત હવે બીજા ક્રમે પહોંચ્યું છે અને રોજ સેંકડો કેસ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણમાં કોરોના વોરિયર્સ પણ આવ્યાં છે ત્યારે સેનાના જવાનો સુધી સંક્રમણ ન પહોંચે તે જરૂરી છે. આ બાબત ધ્યાનમાં રાખીને અનેક તકેદારી રાખવામાં આવી રહી છે. જે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે ગાઈડ લાઈનનું જવાનો દ્વારા પાલન કરવામાં આવે છે.
ભારત- પાક બોર્ડર પર કોરોના કાળ વચ્ચે કેવી રીતે ફરજ બજાવે છે જવાનો જાણો ભારત પાકિસ્તાનની નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતાં જવાનો કોરોના વાયરસની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સેનિટાઈઝર સહિત અનેક બાબતોનું પાલન કરીને ધ્યાન રાખી રહ્યાં છે. સૈનિકોને ખોરાક પણ તંદુરસ્ત મળી રહે તથા રોગપ્રતિકારક શક્તિ વધે તેવો આહાર આપવામાં આવી રહ્યો છે.
ભારત- પાક બોર્ડર પર કોરોના કાળ વચ્ચે કેવી રીતે ફરજ બજાવે છે જવાનો જાણો જે જવાનો રજા લઈને ફરજ પર પરત આવે છે તેમને અલગ પોસ્ટ પર ફરજ માટે મુકવામાં આવે છે. જેથી કોરોના વાયરસનનું સંક્રમણ ન વધે. 14 દિવસ જેટલો સમય જવાનને અલગ રાખવામાં આવે છે જેથી તે પોતાની ફરજ પણ નિભાવી શકે અને ક્વોરન્ટીન પણ રહી શકે છે.
ભારત- પાક બોર્ડર પર કોરોના કાળ વચ્ચે કેવી રીતે ફરજ બજાવે છે જવાનો જાણો BSFના કેમ્પ બહારથી જે સામાન લાવવામાં આવી રહ્યો છે તે સામાન કેમ્પ બહાર ઉતારવામાં આવે છે જે બાદ તેને યોગ્ય રીતે ધોવામાં આવે છે અને ધોયા બાદ જ તેનો ઉપયોગ કરવામાં આવે છે.બહારથી કોઈ પણ વ્યક્તિનેે કેમ્પમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. આમ BSF દ્વારા કોરોનાને લઈને પુરી તકેદારી રાખવામાં આવી રહી છે. જો BSF જવાનો કોરોનાથી સંક્રમિત થાય તો દેશની સલામતી પણ જોખમમાં મુકાય તેથી તે બાબત પર ખૂબ જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.