થરાદ: થરાદના આંતરોલ ગામના તળાવમાંથી થોડા સમય પહેલા સોરમબેન નાઈ નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. થરાદ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ મૃતદેહ અંગે ખુલાસા કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની તેમના જ પરિવારના લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી.
પરિવારના લોકોએ જ કરી હત્યા: પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ અલગ અલગ વ્યકતીઓની પુછપરછ કરી હતી. જેમાં પોલીસને જાણવા મળેલ કે મૃતક સોરમબેન પ્રકાશભાઈ તગાભાઈની પારિવારિક ઝગડામાં હત્યા કરી દેવામાં આવી હતી. તગાભાઇએ સૌરમબેનના પગ તથા હાથ પકડી રાખેલ અને રાજુભાઈએ સોરમબેનને માથામાં ઓઢવાની ચુદડીથી મોઢું દબાવી એક હાથ વાડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
તળાવમાંથી મળી આવ્યો મૃતદેહ: હત્યા કર્યા બાદ મૃતદેહને એક કોથળામાં ભરી ટ્રેકટર ઉપર મુકી આંતરોલ ગામના ચરાના રસ્તે કોઈ જોવે નહી તે રીતે લઈ જઈ ગામના તળાવના પાણીમાં નાખી દીધી હતી. બીજી રાત્રેએ સવારમાં તગાભાઈએ તળાવમાં વડના જાડની બાજુમાં મોબાલઇ ફોન મુકી દીધેલ અને શોધખોળ કરતાં તળાવમાંથી મોબાઈલ મળતાં તળાવના પાણીમાંથી સૌરમબેનની લાશ મળી આવી હતી. જે બાબતે થરાદ પોસ્ટે ગુનો દાખલ થયેલ હોય પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન ઇન્ટેલીજન્ટ તથા ભરોસાના બાતમીદારો થકી બન્ને આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા.
Tapi News: પ્રેમ પ્રકરણમાં થયેલી ફાયરિંગની ઘટનાનો આરોપી હથિયાર સાથે ઝડપાયો
Surat Crime: દત્તક લીધેલી 14 વર્ષની સગીરા પર પિતા, કાકા સહિત ભાઈઓએ હવસ ઉતારી
પીએમ રિપોર્ટથી ખુલાસો: ગત તારીખ 27 એપ્રિલના રોજ અમને થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મૃતદેહ મળી આવતા તેની પીએમ કરવામાં આવ્યું હતું. પીએમ રિપોર્ટમાં મહિલાનું ગાડું દબાવીને હત્યા કરી હોય તેવું સામે આવ્યું હતું. સીસીટીવી ફૂટેજ અને ટેકનોલોજીના આધારે જાણવા મળ્યું કે જે મહીલાની હત્યા તેના સાસરા, સાસુ અને દિયર દ્વારા કરવામાં આવી છે