ETV Bharat / state

ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં 10 દિવસથી ગંદુ પાણી નીકળતા લોકો પરેશાન - Harassing people with dirty water for 10 days

ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં એક મહિના અગાઉ રોડ બનાવી આપવામાં આવ્યો છે. ત્યારે રોડનું કામકાજ પૂર્ણ થયા બાદ ગટરનું ગંદુ પાણી 10 દિવસથી બહાર નીકળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

નહેરુનગર ટેકરા વિસ્તારમાં 10 દિવસથી ગંદુ પાણી નીકળતા લોકો પરેશાન

author img

By

Published : Jul 21, 2020, 6:55 PM IST

ડીસા: નગરપાલિકામાં શહેરી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. આ વિકાસના કામો ડીસા શહેરમાં પૂર ઝડપે ચાલી રહ્યા છે, પરંતુ વિકાસના કામો કોન્ટ્રાક્ટર દ્વારા કેવા પ્રકારના ચાલી રહ્યા છે તે નગરપાલિકાએ જોવું જોઈએ. કેમ કે ડીસા શહેરના વિકાસ માટે ડીસા નગરપાલિકા દ્વારા કરેલા રોડના કામ માટે કરોડો રૂપિયા ખર્ચી શહેરને સારા રોડ મળી રહે તે માટે કોન્ટ્રાક્ટરને રોડ બનાવવા માટે ચૂકવવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરો કામમાં ઠાગાઠૈયા કરી અને રોજ બનાવી જતા હોય છે. જેના કારણે સરકારના કરોડો રૂપિયા બગડી રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો ડીસાના નહેરુ નગર વિસ્તારમાં ડીસા નગરપાલિકા દ્વારા નવા રોડ બનાવવાના એક મહિના જેટલો સમય થયો છે અને હાલ રોડ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે.

નહેરુનગર ટેકરા વિસ્તારમાં 10 દિવસથી ગંદુ પાણી નીકળતા લોકો પરેશાન

બીજી તરફ રોડના કામકાજ દરમિયાન ભૂગર્ભ ગટર ઢાંકણનો ખોલવામાં આવ્યા હતાં. જે બંધ કરવામાં ન આવતા હાલ આ વિસ્તારમાં ગંદુ પાણી નદીના પાણીના જેમ વહી રહ્યું છે. ડીસાના નેહરુ નગર ટેકરા વિસ્તારમાં સોથી પણ વધુ પરિવારો વસવાટ કરે છે અને આ વિસ્તારમાંથી આજુબાજુની મોટી સોસાયટીની ગટર લાઈન પસાર થાય છે, પરંતુ રોડના કામકાજ દરમિયાન ભૂગર્ભ ગટર ઢાંકણાઓ બંધ ન કરવામાં આવતા હાલ આ તમામ ગટરનું પાણી આ વિસ્તારમાં બહાર વહી રહી છે. આ ગટરનું પાણી એટલું ગંદું છે કે આજુબાજુના સો જેટલા પરિવારોને અહીં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. આ ગંદા પાણીના નિકાલ માટે આ વિસ્તારના લોકો દ્વારા દસ દિવસથી નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે આ વિસ્તારમાં હાલ ગંદુ પાણી નદીના વહેણ જેમ વહી રહ્યું છે. એક તરફ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. જ્યારે બીજી તરફ આ ગંદા પાણીથી આ વિસ્તારમાં મોટી કોઇ બીમારી ન ફેલાય તે પહેલા ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લઇ આ ગંદુ પાણી બંધ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.