ETV Bharat / state

કેનાલમાં પડી રહેલા ગાબડાને લઈ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની લોકાયુક્તમાં ફરિયાદ - થરાદના ધારાસભ્ય દ્વારા લોકાયુક્તમાં ફરિયાદ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ-થરાદમાં છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના કારણે કેનાલોમાં અવાર-નવાર મોટા ગાબડાં પડી રહ્યાં છે. તેના કારણે ખેડૂતોને નુકસાન પણ થાય છે. આ બાબતે થરાદના ધારાસભ્ય દ્વારા લોકાયુક્તમાં ફરિયાદ કરવામાં આવી હતી.

બનાસકાંઠા
બનાસકાંઠા
author img

By

Published : Jan 25, 2020, 11:20 PM IST

બનાસકાંઠાઃ સરહદી વિસ્તારમાં પાણીની તંગીનો સામનો કરી રહેલા ખેડૂતોને ફાયદો થાય અને સિંચાઈ માટે તેમજ પીવા માટે પૂરતું પાણી મળી રહે તે માટે સરકારે કેનાલ બનાવી છે. પરંતુ કેનાલમાં થયેલા ભ્રષ્ટાચાર અને જે-તે સમયે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ બેદરકારી દાખવતા હલકી ગુણવત્તાવાળી કેનાલ બનાવતા વારંવાર કેનાલમાં ગાબડા પડી રહ્યા છે. તેથી જ્યારે જ્યારે પાણી છોડવામાં આવે છે, ત્યારે ખેડૂતોના ખેતરમાં પહોંચાડવાની જગ્યાએ કેનાલ તૂટતા ખેતરો જળબંબાકાર થઇ જાય છે.

કેનાલમાં પડી રહેલા ગાબડાને લઈ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની લોકાયુક્તમાં ફરિયાદ

આ મામલે અગાઉ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી અને ખેડૂતોએ પણ આ બાબતે પોતાને થયેલા નુકસાન માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ આજદિન સુધી કોઈ જ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી. ખેડૂતો દ્વારા કેનાલમાં સફાઈ ન થતી હોવાના કારણે કેનાલમાં પાણી છોડવામાં આવતા જ કેનાલો તૂટી જાય છે અને જેના કારણે ખેડૂતોનો પાક બગડતા ખેડૂતોને અવાર નવાર નુકસાન ભોગવવાનો વારો આવે છે. આ બાબતે વાવ અને થરાદના ખેડૂતોએ આ બાબતે અનેકવાર આંદોલનો પણ કર્યા છે, છતાં પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ બાબતે થરાદના ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં પોતાની સમસ્યા બતાવવા માટેનું ગૃપ બનાવ્યું છે, જેમાં રોજના 200થી પણ વધુ કેનાલ તૂટવાથી નુકસાનના મેસેજ આવે છે. ત્યારે ખેડૂતોની વારંવાર રજૂઆતના પગલે થરાદના ધારાસભ્ય ગુલાબસિંગ રાજપુતે આ બાબતે સરકારમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતાં તેઓએ હવે લોકાયુક્તમાં ફરિયાદ કરી હતી. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન, મુખ્ય કમિશ્નર અને લોકાયુક્તમાં ફરિયાદ કરી તટસ્થ તપાસની માંગ કરી છે. એટલું જ નહીં પરંતુ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે લોકાયુક્ત ફરિયાદ કરી હતી.

Intro:એપ્રુવલ.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... થરાદ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.25 01 2020

સ્લગ...વાવ-થરાદમાં પડી રહેલા કેનાલમાં ગાબડાને લઈ ધારાસભ્યની લોકાયુક્ત માં ફરિયાદ....

એન્કર... બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ-થરાદમાં છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટર ના ભ્રષ્ટાચારના કારણે કેનાલોમાં અવાર-નવાર મોટા ગાબડાં પડી રહ્યાં છે તેના કારણે ખેડૂતોને નુકસાન પણ થાય છે આ બાબતે થરાદ ના ધારાસભ્ય દ્વારા લોકાયુક્ત માં ફરિયાદ કરવામાં આવી છે....
Body:
વિઓ........બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીની કિલ્લત નો સામનો કરી રહેલા ખેડૂતોને ફાયદો થાય અને સિંચાઈ માટે તેમજ પીવા માટે પૂરતું પાણી મળી રહે તે માટે સરકારે કેનાલ બનાવી છે પરંતુ કેનાલ માં થયેલ ભ્રષ્ટાચાર અને જે તે સમયે કોન્ટ્રાકટર અને અધિકારીઓએ બેદરકારી દાખવતા હલકી ગુણવત્તાવાળી કેનાલ બનાવતા વારંવાર કેનાલમાં ગાબડા પડી રહ્યા છે અને તેથી જ્યારે જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે ત્યારે ખેડૂતોના ખેતરમાં પહોંચાડવાની જગ્યાએ કેનાલ તુટતા ખેતરો જ જળબંબાકાર થઇ જાય છે.આ મામલે અગાઉ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી. અને ખેડૂતોએ પણ આ બાબતે પોતાને થયેલ નુકશાન માટે સરકારમાં રજુવાત કરવામાં આવી છે છતાં પણ આજદિન સુધી કોઈ જ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી.ખેડૂતો દ્વારા કેનાલમાં સફાઈ ન થતી હોવાના કારણે કેનાલમાં પાણી છોડવામાં આવતા જ કેનાલો તૂટી જાય છે અને જેના કારણે ખેડૂતોનો પાક બગડતા ખેડુતોને અવાર નવાર નુકશાન ભોગવવાનો વારો આવે છે. આ બાબતે વાવ અને થરાદના ખેડૂતોએ આ બાબતે અનેકવાર આંદોલનો પણ કર્યા છે છતાં પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.આ બાબતે થરાદ ના ધારાસભ્ય એ પોતાના સોસિયલ મીડિયામાં પોતાની સમસ્યા બતાવવા માટેનું ગ્રૂપ બનાવ્યું છે જેમાં રોજના 200 થી પણ વધુ કેનાલ તૂટવાથી નુકશાનના મેસેજો આવે છે ત્યારે ખેડૂતોની વારંવાર રજૂઆતના પગલે થરાદના ધારાસભ્ય ગુલાબસિંગ રાજપુતે આ બાબતે સરકારમાં અનેકવાર રજુવાત કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતાં તેઓએ હવે લોકાયુક્ત માં ફરિયાદ કરી છે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી, મુખ્ય કમિશ્નર અને લોકાયુક્ત માં ફરિયાદ કરી તટસ્થ તપાસની માંગ કરી છે એટલું જ નહીં પરંતુ જવાબદાર અધિકારીઓ અને કોન્ટેક્ટ કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે લોકાયુક્ત ફરિયાદ કરી છે.....

બાઈટ...મફાજી બારોટ
( ખેડૂત )

બાઈટ... ગુલાબસિંહ રાજપૂત
( ધારાસભ્ય, થરાદ )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.