ETV Bharat / state

બનાસકાંઠા : ધાનેરામાં એક જ પરિવારના 6 લોકોને food poisoning, 2ના મોત - Food poisoning in Dhanera

બનાસકાંઠામાં ગુંદરી ગામે એક જ પરિવારના છ સભ્યોને ફૂડ પોઇઝનિંગ (food poisoning)ની અસર થતી હોવાની ઘટના સામે આવી છે. જેમાં સારવાર દરમિયાન બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ચાર લોકો હજુ પણ સારવાર હેઠળ છે. આ બનાવને પગલે આરોગ્ય અને ફૂડ વીભાગે તપાસ હાથ ધરી છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jun 18, 2021, 8:20 PM IST

  • ધાનેરા તાલુકાના ગુંદરી ગામમાં ફૂડ પોઇઝનિંગ (food poisoning)ની અસર
  • એક જ પરિવારના છ લોકોને ફઈ ફૂડ પોઇઝનિંગ (food poisoning)ની અસર
  • ધાનેરામાં ફૂડ પોઇઝનિંગ (food poisoning)ની અસર

બનાસકાંઠા : જિલ્લામાં ભેળસેળવાળી ચીજ વસ્તુઓના વેચાળથી અનેકવાર ફૂડ પોઇઝનિંગ (food poisoning)ની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ધાનેરા તાલુકાના ગુંદરી ગામે એક અઠવાડિયા અગાઉ ફૂડ પોઇઝનિંગ (food poisoning)ની અસર થતા 6 લોકોની તબિયત લથડી હતી. જેમાં જમ્યાબાદ આકોલિયા પરિવારના બે મહિલાઓ સહિત ચાર પુરુષોને અચાનક શરીર પર સોજો આવતા અસરગ્રસ્તોની તબિયત ગંભીર બની હતી.

ધાનેરામાં એક જ પરિવારના 6 લોકોને food poisoning, 2ના મોત

આ પણ વાંચો : ધાનેરાના મગરાવા ગામે ફૂડ પોઈઝનીંગના કારણે સાત પશુઓના મોત

ફૂડ પોઈઝનિંગ (food poisoning)થી બેના મોત, ચાર લોકો સારવાર હેઠળ

ધાનેરા તાલુકાના ગુંદરી ગામમાં બનેલી ફૂડ પોઇઝનિંગની આ ઘટનાને પગલે અસરગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને ડોક્ટરો દ્વારા પણ આ તમામ લોકોની એક અઠવાડિયાથી સારવાર કરવામાં આવતી હતી.જોકે સારવાર દરમિયાન બે દિવસ અગાઉ જ્યોતિબેન આકોલીયા અને તેમની પુત્રી આરતીની તબિયત વધારે બગડતા મોત નિપજયું હતું. ફૂડ પોઇઝનિંગ (food poisoning)ની અસર થી મોત થતાં પરિવારમાં પણ શોક છવાયો હતો એક જ પરિવારના લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા અન્ય લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

બનાસકાંઠા
બનાસકાંઠા

આ પણ વાંચો : બનાસકાંઠાના ભાચર ગામની ગૌશાળામાં ફૂડ પોઇઝનથી 40 પશુના મોત

આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી

ધાનેરા તાલુકાના ગુંદરી ગામે ફૂડ પોઈઝનિંગ (food poisoning)થી 6 લોકોને અસર થઇ હતી અને બે મહિલાઓને ફૂડ પોઇઝનિંગની વધુ પડતી અસર થતા તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ગામના જાગૃત લોકોએ તંત્રને જાણ કરી હતી. જેથી ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગે આજે શુક્રવારે અસરગ્રસ્ત લોકોના ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતાં શંકાસ્પદ તેલના કારણે ફૂડ પોઇઝનિંગ (food poisoning) થયું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું. જેથી આરોગ્ય અને ફૂડની ટીમોએ વિવિધ ખાદ્ય સામગ્રીઓની ચકાસણી હાથ ધરી હતી. જ્યારે અસરગ્રસ્ત લોકોની તપાસ અને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફૂડ પોઈઝનિંગ (food poisoning)ના કારણે એક જ પરિવારમાં માતા અને પુત્રીના મોત થતા આકોલીયા પરિવારમાં માતમ જેવી પરિસ્થિતિ છવાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.