બનાસકાંઠા : જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં દિવસેને (Dhanera Vinchiwadi Accident) દિવસે વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાનો નેશનલ હાઇવે હાલ લોહિયાળ સાબિત થઇ રહ્યો છે જેનું કારણ છે, નેશનલ હાઈવે પર મોટા હેવી વાહનોનું ગફલત ડ્રાઇવિંગ. છેલ્લા બે દિવસમાં બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો મૃત્યુને ભેટયા છે. છેલ્લા બે દિવસમાં ધાનેરા અને ડીસામાં અલગ અલગ જગ્યાએ અકસ્માત સર્જાયો છે. જેમાં 8 થી પણ વધુ લોકોનું મૃત્યુ નિપજ્યુ છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વારંવાર સર્જાતા (Bus Rickshaw Accident in Banaskantha) અકસ્માતોને લઇ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : લુણાવાડા ચાર કોસિયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ મોત
પાંચ લોકોના મૃત્યુથી માહોલ શોકમાં -બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સાંચોર હાઇવે પર ગોઝારો (Banaskantha Accident) અકસ્માત સર્જાયો હતો. જેમાં ધાનેરા પાસે આવેલા વિછીવાડી ગામ પાસે રીક્ષા અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા 5 લોકોમાંથી ઘટના સ્થળે ત્રણ લોકોના મૃત્યુ નિપજયા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં (Banaskantha National Highway Accident) ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : આને કહેવાય અણીનો ચૂક્યો સો વર્ષ જીવે, ગોથું ખાઈ ગઈ છતાં બચી ગયો મહિલાનો જીવ જુવો વીડિયો
સારવાર દરમિયાન લોકોના મૃત્યુ - આ બનાવની જાણ ધાનેરા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકોની મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ધાનેરા ખસેડ્યા હતા. જ્યારે બે લોકોને સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આજે આ બે લોકોના મૃત્યુ નિપજયા હતા. ચોક્કસપણે કહી શકાય કે ધાનેરા તાલુકાના વિંછીવાડી ગામ પાસે બનેલા ધોઝારા અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુથી પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે. છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનના ખાનગી વાહનચાલકો બેફામ વાહનો ચલાવતા હોવાથી વારંવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા આ વાહન ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર સર્જાતા અકસ્માતનો અટકી શકે તેમ છે.