ETV Bharat / state

બનાસકાંઠાઃ પાલનપુરની બેંક ઓફ બરોડામાં એક સાથે 5 કર્મચારીઓને કોરોના - Update of Banaskantha corona

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે પાલનપુરની બેંક ઓફ બરોડામાં એક સાથે પાંચ કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. જેને પગલે આગામી 9 સપ્ટેમ્બર સુધી બેંકનું કામકાજ બંધ કરી દેવાયું છે.

પાલનપુરની બેંક ઓફ બરોડામાં એક સાથે પાંચ કર્મચારીઓને કોરોના પોઝિટિવ

author img

By

Published : Nov 6, 2020, 5:00 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ
  • બેંક ઓફ બરોડામાં એક સાથે પાંચ કર્મચારીઓને કોરોના
  • જિલ્લામાં કુલ કેસની સંખ્યા 2500થી વધુ

બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી 2500થી પણ વધુ કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સુરક્ષિત રહેવા માટે વારંવાર સૂચના આપવામાં આવતી હોવા છતાં પણ લોકો હજુ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખતા નથી અને માસ્ક વગર પણ ફરતા જોવા મળી રહ્યા છે. દિવાળીના તહેવારને લઈ બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.

પાલનપુરની બેંક ઓફ બરોડામાં એક સાથે પાંચ કર્મચારીઓને કોરોના પોઝિટિવ
પાલનપુરની બેંક ઓફ બરોડામાં એક સાથે પાંચ કર્મચારીઓને કોરોના પોઝિટિવ

તહેવારોના કારણે કોરોના વાઈરસના કેસમાં વધારો

દિવાળી પર્વ હાલ આવી રહ્યો છે, જેની ખરીદી કરવા માટે જિલ્લાની બજારોમાં લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. દિવાળીના પર્વને લઇ બજારોમાં પાંચથી દસ હજાર જેટલા લોકો ફરતા જોવા મળી રહ્યા છે. જેના કારણે રોજેરોજ લોકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બજારમા ખરીદી કરવા આવતા લોકો ન તો માસ્ક પહેરી જોવા મળી રહ્યા છે, કે ન તો સોશિયલ ડિસ્ટન્સ રાખી રહ્યા છે. બજારોમાં દુકાનદારો પણ નજીવા પૈસા કમાવાની લ્હાયમાં પોતાની દુકાનો આગળ કોરોના વાઈરસનો ડર રાખ્યા વગર ભારે ભીડ કરી રહ્યા છે, ત્યારે જો હજુ પણ લોકો કોઈપણ પ્રકારની તકેદારી નહીં રાખે તો કોરોના વાઈરસના કેસોમાં વધારો થઈ શકે છે.

બેંક ઓફ બરોડામાં પાંચ કર્મચારીઓનો કોરોના થતા બેંકનું કામકાજ 4 દિવસ સુધી બંધ

એક તરફ દિવાળીના તહેવારના કારણે બજારોમાં લોકોની ભીડ વધી રહી છે, ત્યારે બીજી તરફ કોરોના વાઈરસ પણ તેનો કહેર વરસાવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલી બેંક ઓફ બરોડામાં પણ એક સાથે પાંચ કર્મચારીઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હડકંપ મચી ગયો છે. જેને પગલે આરોગ્ય વિભાગે બેંક ઓફ બરોડાને કન્ટેનમેન્ટ જાહેર કરતા આગામી 9 મી નવેમ્બર સુધી બેંક ઓફ બરોડાનું કામકાજ બંધ કરી દેવાયું છે. દિવાળીના તહેવારોમાં બેંકનું કામકાજ 4 દિવસ સુધી બંધ થતાં નાણાકીય લેવડ દેવડ માટે આવતા ગ્રાહકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ભીડ-ભાડ ન કરવા અપીલ

બનાસકાંઠા જિલ્લામાં હાલમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ છે, જેના કારણે અત્યાર સુધી જિલ્લામાં 2500થી પણ વધુ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. કોરોના વાઈરસના કારણે 70 થી પણ વધુ લોકો મોતને ભેટ્યા છે. ત્યારે હાલમાં દિવાળીનો પર્વ નજીક હોવાના કારણે લોકો બજારોમાં મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે, જેના કારણે સતત કોરોના વાઈરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.