ETV Bharat / state

પાલનપુરમાં પિતા-પુત્ર કરી રહ્યા છે અનોખી સેવા - ગાયોની અનોખી સેવા

સમગ્ર ગુજરાતમાં અનેક ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે, જ્યાં બિનવારસી અને રખડતા પશુઓની સારસંભાળ રાખવામાં આવે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક એવા પાલનપુરમાં એક પિતા-પુત્ર ગાયોની અનોખી સેવા શરૂ કરી છે. જાણો આ પિતા-પુત્રના અનોખા સેવા યજ્ઞ વિશે...

unique social service in Palanpur
unique social service in Palanpur
author img

By

Published : Jun 26, 2020, 7:47 PM IST

બનાસકાંઠાઃ સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠામાં એક પિતા-પુત્ર બિનવારસી વાછરડાઓની અનોખી સેવા કરી રહ્યા છે. આ પિતા-પુત્ર ગાય માતાથી વિખૂટા પડેલા વાછરડાઓને પોતાના પરિવારનાં સદસ્યોની જેમ પોતાની વ્યવસાયની જગ્યામાં આશરો આપી સારસંભાળ રાખી રહ્યા છે.

પાલનપુરમાં પિતા-પુત્ર કરી રહ્યા છે અનોખી સેવા

પરેશભાઈની અનોખી ગૌ-સેવા

  • ગાયના મૃત્યુ બાદ વછરડાની સાર-સંભાળ રાખે છે
  • 11 વાછરડાઓ તેમની ફેક્ટરીમાં છે
  • સારવાર અર્થે દવાખાને પહોંચાડી હજારો ગાયોના જીવ બચાવ્યા છે
  • પુત્ર પણ ગાયોની સેવામાં જોડાયા છે
  • 10 વર્ષથી ગાયોની સેવા કરે છે
  • વાછરડાનું નામકરણ પણ કરે છે

પાલનપુરમાં રહેતા પરેશભાઈ પ્રજાપતિ અને તેમનો પુત્ર ગોવિંદભાઇ જેઓ આરસ પથ્થરની ફેકટરીનો વ્યવસાય કરે છે. આ પરેશભાઈને ગાયો તેમજ નિરાધાર ગૌવંશ માટે અનોખો પ્રેમ ધરાવે છે. 7 વર્ષ પહેલા એક દિવસ શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રીના 2 કલાકે એક ફોન આવ્યો કે, એક ગાય મૃત્યુ પામી છે અને તેની બાજુ માં એક વાછરડું બેઠું છે. ત્યારે આવી કડકડતી ઠંડીમાં આ વાછરડાની કેવી હાલત હશે તે વિચારી પરેશભાઈ ત્યાં પહોંચી ગયા અને આ વાછરડાને ફેકટરી લઇ આવ્યા હતા. તે સમયે વાછરડાની સ્થિતિ જોઈ પરેશભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. બસ ત્યારથી પરેશભાઈએ નક્કી કર્યું કે, આજ પછી આવા નિરાધાર વાછરડાની સેવા કરવી.

unique social service in Palanpur
પરેશભાઈની સાથે તેમનો પુત્ર પણ ગાયોની સેવામાં જોડાયો

છેલ્લા 10 વર્ષથી પરેશ ભાઈ શહેરમાં બીમાર પડેલી તેમજ અકસ્માતનો ભોગ બનેલી ગાયોને સારવાર આપવા તેમજ વધુ બીમાર કે ઇજાગ્રસ્ત લાગેતો પાલનપુરથી 43 કિલોમીટર દૂર આવેલી ટેટોડા ગૌશાળાની હોસ્પિટલ માં સારવાર અર્થે પહોંચાડી હજારો ગાયોના જીવ બચાવ્યા છે.

unique social service in Palanpur
ગાયના મૃત્યુ બાદ વછરડાની સાર-સંભાળ રાખે

કોઈ ગાય મૃત્યુ પામે અને તેનું વાછરડું એકલુ રહી જાય તો તેવા વાછરડાઓને તેઓ પોતાની ફેકટરીમાં લાવી સ્વખર્ચે દૂધ લાવી આ વાછરડાઓને પીવડાવી તેમનો ઉછેર કરી રહ્યા છે. હાલ તેમની પાસે રહેલા 11 વાછરડાઓની તેઓ સેવા કરી રહ્યા છે. આ વાછરડાઓનું નામ રાખવામાં આવ્યા છે. જેમાં રાધા, સુરભી, મંગલ દાસ અને ગંગા જેવા નામ રાખ્યા છે.

પરેશભાઈની સાથે તેમનો પુત્ર પણ ગાયોની સેવામાં જોડાયો છે. અત્યારના યુગમાં જ્યારે બાળકો અને યુવાનો મોબાઈલની દુનિયામાં રચ્યા પચ્યા રહેતા હોય છે, ત્યારે પરેશભાઈનો પુત્ર ગૌ-સેવા કરી પિતાના માર્ગે ચાલી સેવાનો સંદેશ પૂરો પાડી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.