ETV Bharat / state

બનાસકાંઠાના વાવના ખેડૂતોએ જેટકો કંપનીના વિરુદ્ધમાં પ્રાંત કચેરીએ આપ્યું આવેદનપત્ર - farmers of banaskantha district

બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના ખેડૂતોએ જેટકો કંપની દ્વારા પસાર કરવામાં આવી રહેલી હેવી વીજલાઇન સામે વિરોધ દર્શાવ્યો છે. અહીંથી પસાર થતી 220 કેવીની વીજલાઇન વડે ખેડૂતોના ઘર, પશુઓ અને ઉભા પાકને મોટું નુકશાન થતું હોવાની રજૂઆત બાદ ખેડૂતોએ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

વાવ
વાવ
author img

By

Published : Apr 11, 2021, 9:09 AM IST

  • વાવના ખેડૂતો દ્વારા જેટકો કંપનીના વિરુદ્ધમાં પ્રાંત કચેરીએ આપ્યું આવેદનપત્ર
  • હેવી વીજલાઇનથી થાય છે પાકને નુકસાન
  • થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની હાજરીમાં આપ્યું આવેદનપત્ર
    વાવ
    વાવ

બનાસકાંઠા: વાવના ખેડૂતોએ જેટકો કંપનીના વિરોધમાં થરાદ પ્રાંત કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લામાં હેવી વિજલાઈન પસાર થતી હોવાથી ખેડૂતોના ખેતરો, ઘર(છાપરા) અને પશુઓ અને ઉભા પાકને નુકસાન થાય છે. જેટકો કંપનીએ સત્તાનો દુરૂપયોગ કર્યો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.

વાવ
વાવ

વળતર આપ્યા બાદ વીજ પોલ ઉભા કરવાંની ખેડૂતોની માગ

બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ તાલુકાના ખેડૂતો દ્વારા જેટકો કંપનીના વિરોધમાં થરાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર અપાયું હતું. ખેડૂતોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા મંજુર થયેલી યોજના બાદ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોપોરેશન લી. દ્વારા વીજ પુરવઠાનું પ્રવહન તથા વિતરણ કરવામાં આવે છે. હાલમાં નવીન 220kv રાધાનેસડાથી 220kv વાવ ખીમાણા વાસ સબ સ્ટેશન સુધી બેવડી વીજલાઇન સ્થાપિત કરવાની કામગીરી બાબતે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ખીમાણાપાદર ખીમાણાવાસ તથા રેલુચી ગામના ખેડૂત ખાતેદારોએ આ લાઈન બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂત ખાતેદારો દ્વારા જેટકોને આપેલી વાંધા અરજીઓનો સાંભળ્યા વગર જ નિકાલ કરી જેટકો દ્વારા સત્તાનો દુરુપયોગ કરી ખેડૂતોના વિરોધમાં એક તરફી હુકમ કરાવ્યો હતો. જેને લઈને વાવ તાલુકાના ખેડૂતોએ થરાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.

હેવી વીજલાઈન પસાર થતી હોવાથી ખેડૂતોના ખેતરો, ઘર(છાપરા) અને પશુઓ અને ઉભાપાકને નુકસાન થાય છે

વાવ
વાવ

બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં રાધાનેસડાથી ખીમાણાવાસ સબ સ્ટેશન સુધી 220kv ની બેવડી વિજલાઇન નું કામકાજ ચાલી રહ્યું છે. આ વીજલાઇનના કામ સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. ખેડૂતોની માગ છે કે જેટકો કંપની દ્વારા ખેડૂતોને વળતર આપ્યા વગર જ ખેતરોમાં વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે સાથે સાથે હેવી વીજલાઇન પસાર થતા ખેડૂતોના ઘર પશુઓ અને ઉભા પાકને મોટું નુકસાન થાય છે, જે અંગે અગાઉ રજૂઆત કરી હોવા છતાં પણ જેટકો કંપનીના સંચાલકો સત્તાનો દુરૂપયોગ કરી પોલીસ પ્રોટેક્શન સાથે આવી વીજપોલ ઉભા કરી રહ્યા છે.જો તાત્કાલિક જેટકો કંપની દ્વારા આ કામ અટકાવવામાં નહીં આવે તો આગામી સમયમાં અહીંના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકીઓ પણ ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.