બનાસકાંઠાઃ ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો અવનવી વાનગીઓ આરોગવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે ETV BHARAT સાથે માણો બનાસકાંઠા જિલ્લાની પ્રખ્યાત તલપાપડીનો આનંદ...
તલપાપડી બનાવવા માટેની સામ્રગી
- 500 તલ
- 500 ગ્રામ ગોળ
- 2 ચમચી સિંગતેલ
તલપાપડી બનાવવા સાધનો
- 1 કડાઈ
- 1 મોટો ચમચો
- 2 ડીસ ચીકી લેવા માટે
- એક વેલણ
તલપાપડી બનાવવા માટેની રીત
તલપાપડી બનાવવા માટે સૌપ્રથમ ગેસ ચાલુ કરી અને કડાઈ મૂકવાની અને જેમાં બે ચમચી સીંગતેલ નાખવાનું જે બાદ તેલ ગરમ થઈ ગયા પછી તેની અંદર 500 ગ્રામ ગોળ નાખવાનો અને 15 મીનિટ સુધી ગોળને હલાવી રાખવાનો અને બરાબર પાણી જેમ ગોળ થઈ ગયા બાદ સાફ કરેલા 500 ગ્રામ તલ તેની અંદર નાખી દેવાના અને જ્યાં સુધી તલ અને ગોળ મિક્સ ના થઇ જાય ત્યાં સુધી ચમચા વડે કડાઈમાં તલને હલાવતા રહેવું. 20 મિનિટ થઈ ગયા બાદ તેને કડાઈમાંથી સમથળ જમીન પર લઈ લેવાનું અને જ્યાં સુધી તલ ઠંડા ન થાય ત્યાં સુધી વેલણ વડે હલાવતા રહેવું અને 15 મીનીટ બાદ તૈયાર થઈ જશે તલપાપડી.