અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે આગામી 8 એપ્રિલથી ત્રિદિવસીય ગબ્બર પરિક્રમા (ambaji gabbar parikrama) મહોત્સવનો કાર્યક્રમ યોજાવાનો છે. તેમાં ગુજરાતના મુખ્યપ્રધાન સહિત અન્ય નેતાઓ આવવાના હોઇ જિલ્લા વહીવટીતંત્ર (Banaskantha District Administration) તડામાર તૈયારીઓમાં લાગી ગયુ છે. હાલમાં અંબાજીમાં ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવની તૈયારીઓને લઇને કામગીરી ચાલી રહી છે. રસ્તા પરના ગેરકાયદેસર દબાણો (Encroachment In Ambaji) દૂર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: 51 Shakti Peeth Mahotsav Ambaji: અંબાજી ખાતે 8 એપ્રિલથી યોજાશે ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ
નોટિસ આપી દબાણ દૂર કરવા માટે જણાવામાં આવ્યું હતું- ગબ્બર વિસ્તાર (ambaji gabbar mahotsav 2022)માં લોકો ગેરકાયદેસર રીતે કબજો જમાવીને ધંધો કરતા હતા. અહીં વન વિભાગ અભ્યારણ (Forest Department Sanctuary Ambaji)માં ગેરકાયદેસર દબાણ કરી લોકો પોતાનો વેપાર ધંધો કરતાં હતા. ગેરકાયદેસર કબજો જમાવીને બેઠેલા લોકોને અવાર-નવાર મૌખિક તેમજ લેખિત નોટિસ આપી દબાણો દૂર કરવાં જણાવ્યું હતું. જો કે આ લોકોએ જગ્યા ખાલી ન કરતા વન વિભાગ દ્વારા આજે અચાનક કાર્યક્રમ બનાવી સેન્ચ્યુરી વિસ્તારમાંથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ- ગેરકાયદેસર રીતે દબાણો દૂર કરવા માટે વહીવટીતંત્ર દ્વારા JCB જેવાં સાધનો સાથે પોલીસનો મોટો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મજૂરો ઉપરાંત વન વિભાગના કર્મચારીઓ પણ દબાણ દૂર કરવાની કામગીરી કરતા જોવા મળ્યા હતા. જો કે કેટલાક દબાણદારો આવી જતાં ઘર્ષણ જેવી પરિસ્થિતિ પણ સર્જાઇ હતી. પોલીસે પરિસ્થિતિ થાળે પાડી દબાણદારોને દૂર કરી તેમનાં દબાણો દૂર કર્યા હતા.