- જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાયું
- થરાદ ખાતે અદાણી ગ્રુપ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો
- ગૌતમ અદાણીએ વતનનું ઋણ અદા કરવા સહાય કરી
બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તારના થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. કોરોના મહામારીના બીજા તબક્કામાં બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક લોકો મોતને ભેટ્યા છે અને ઓક્સિજનના ભાવે અનેક મહિલાઓ વૃદ્ધો અને યુવાનો પણ કોરોનાનો ભોગ બન્યા છે, ત્યારે થરાદના મૂળ વતની અને અત્યારે દેશમાં ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ પોતાના વતનનું ઋણ અદા કરવાના હેતુથી થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન બનાવવા માટે સહાય કરી હતી. જે ઓક્સિજન પ્લાન્ટ આજે શનિવારે તૈયાર થઇ જતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાયું હતું.
થરાદ ખાતે અદાણી ગ્રુપ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો
થરાદના મૂળ વતની અને અત્યારે દેશમાં ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ પોતાના વતનનું ઋણ અદા કરવાના હેતુથી થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન બનાવવા માટે સહાય કરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે કોરોના ટેસ્ટ લેબ શરૂ કરાઈ
સાંસદ પરબત પટેલ તેમજ અધિકારીઓ રહ્યા હાજર
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે બનાસકાંઠાના સરહદી વિસ્તારની મુલાકાત લઇ સુઇગામ તાલુકાના અને વાવ તાલુકામાં સુજલામ સુફલામ અભિયાન હેઠળ ચાલતા તળાવ ઊંડા કરવાના કામોનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા સુઈગામ તાલુકા અને વાવ તાલુકાના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ થરાદની સરકારી હોસ્પિટલમાં અદાણી ગ્રૂપ દ્વારા ઊભો કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ હતું.
આ પણ વાંચો : જામ ખંભાળિયામાં પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં RTPCR લેબનો પ્રારંભ કરાયો
સાંસદ પરબત પટેલ તેમજ અધિકારીઓ રહ્યા હાજર
બનાસકાંઠાનાં જિલ્લા કલેક્ટરે થરાદની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના પ્લાન્ટનની લીધી મુલાકાત લીધી તે સમયે સાંસદ તેમજ ધારાસભ્ય અને DDO, TDO અને થરાદ પ્રાંત અધિકારી વિ. સી. બોડાણા, મામલતદાર તેમજ નાયબ મામલતદાર અને થરાદ પોલીસ સ્ટેશન PI જે. બી. ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.