ETV Bharat / state

Inter University Sports Festival: ડીસાના રમતવીરે ગોલ્ડ મેડલ મેળવી બે નવા રેકોર્ડ બનાવ્યા - gujarat Khel Mahakumbh

ડીસા સર્વોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના છાત્રોએ (Disa Sarvodaya Arts and Commerce College students) દોડ સ્પર્ધામાં વર્ષો જૂના રેકોર્ડ તોડી બે ગોલ્ડ (Sarvodaya Arts Commerce College won 2 gold medal) તેમજ દસ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા (Sarvodaya Arts Commerce College won 10 Bronze) છે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના રમતવીરો પોતાનામાં રહેલ કૌશલ્ય બતાવી આજે નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પોતાનું ખેલ બતાવી રહ્યા છે.

Sarvodaya Arts Commerce College won 2 gold medal

author img

By

Published : Dec 31, 2022, 1:15 PM IST

ડીસાના રમતવીરે ગોલ્ડ મેડલ મેળવી બે નવા રેકોર્ડ બનાવ્યા

બનાસકાંઠા: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ટર યુનિવર્સિટી ખેલકૂદ મહોત્સવમાં (HNGU Inter University Sports Festival) ડીસા સર્વોદય આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજના છત્રોએ દોડ સ્પર્ધામાં વર્ષો જૂના રેકોર્ડ તોડી બે ગોલ્ડ (Sarvodaya Arts Commerce College won 2 gold medal) તેમજ દસ બ્રેન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા (Sarvodaya Arts Commerce College won 10 Bronze) છે. રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં અનેક રમતવીરો રમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. જેના કારણે આજે બનાસકાંઠા જિલ્લાનું નામ દેશ અને દુનિયામાં ગુંજતું થયું છે.

ડીસા સર્વોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના છાત્રોએ બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા

બનાસકાંઠા જિલ્લાની રમત ગમત ક્ષેત્રે પ્રગતિ: બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી અતિ પછાત જીલ્લો માનવામાં આવે છે પરંતુ સમય બદલાતા હવે બનાસકાંઠા જિલ્લો આજે દેશ અને દુનિયામાં નામ રોશન કરી રહ્યું છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે જોડાયેલો જિલ્લો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના તાલુકાઓ ગ્રામીણ વિસ્તાર સાથે જોડાયેલા છે. બનાસકાંઠા જિલ્લો એ અન્ય જિલ્લાની જેમ રમતગમત ક્ષેત્રે હવે દિવસેને દિવસે હરોળ તરફ આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના અધિકારીઓની યોજાઈ સંયુક્ત બેઠક, CM પટેલે આપ્યા સૂચનો

ઇન્ટરનેશનલ કક્ષાએ નામ ગુંજ્યું: ખાસ કરીને શહેરી વિસ્તારના લોકોની જેમ તમામ સુવિધાઓ બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના રમતવીરોને રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. જેના કારણે આજે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના રમતવીરો પોતાનામાં રહેલ કૌશલ્ય બતાવી આજે નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પોતાનું ખેલ બતાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સારું પ્રદર્શન કરી અનેક રમતવીરો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારથી રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભની (gujarat Khel Mahakumbh) શરૂઆત કરવામાં આવી છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં અનેક રમતવીરો રમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. જેના કારણે આજે બનાસકાંઠા જિલ્લાનું નામ દેશ અને દુનિયામાં ગુંજતું થયું છે.

ડીસા સર્વોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના છાત્રોએ દસ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા

યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે કોલેજના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે પોતાનું પર્ફોમન્સ બતાવી શકે તે માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનો 33માં આંતર કોલેજ "આનર્ત" એથ્લેટીક્સ સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે યોજાયો હતો. આ ખેલકૂદ મહોત્સવમાં 93 કોલેજોએ ભાગ લીધો હતો. આ કોલેજ કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં કુલ 1021 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ડીસાની શ્રી સર્વોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાંટના રમતવીરે દોડ વિભાગમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ સ્પર્ધામાં સર્વોદય કોલેજે કુલ બે ગોલ્ડ મેડલ તેમજ 10 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. સૌપ્રથમવાર ડીસા ખાતે કાર્યરત સર્વોદય કોલેજના રમતવીરો દ્વારા બે ગોલ્ડ મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ મેળવતા કોલેજ પરિવાર દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં આ તમામ રમતવીરો આગળ જઈ પોતાના જીતનાનું નામ દેશ અને દુનિયામાં ગુંજતું કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો વડોદરા જિલ્લા પૂરવઠાની ટીમની મોટી સફળતા, 11.45 લાખ રૂપિયાનો શંકાસ્પદ અનાજનો જથ્થો ભરેલી 3 ટ્રક ઝડપાઈ

2 નવા રેકોર્ડ બનાવ્યા: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા હિંમતનગર ખાતે દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400 મીટર દોડમાં સર્વોદય કોલેજના વિદ્યાર્થી વીરસંગ ઠાકોરે 36 વર્ષ જુનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ 50:53 સેકન્ડ યુનિવર્સિટી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. તેમજ 800 મીટરની દોડમાં 39 વર્ષ જુનો રેકોર્ડ તોડી વિરસંગે નવો રેકોર્ડ 1:56:72 માઇક્રો સેકન્ડ યુનિવર્સિટી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આમ ડીસા કોલેજના છાત્ર વિરસંગ ઠાકોરે દોડમાં વર્ષો જૂના રેકોર્ડ તોડી યુનિવર્સિટીમાં કોલેજનું નામ અંકિત કર્યું હતું. આ ખેલકુદ રમોત્સવમાં દોડવીરો એ સારું પરફોર્મન્સ આપી કોલેજનો તેમજ સંસ્થા નું નામ રોશન કર્યું હતું તેથી સંસ્થાના પ્રમુખ ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર વિક્રમભાઈ શેઠ તેમજ કોલેજના સમગ્ર ટ્રસ્ટી ગણ કોલેજના પ્રિન્સિપાલ જોગેશભાઈ ઠાકોર તેમજ લો કોલેજના પ્રિન્સિપાલ પિયુષભાઈ કાનુડાવાલા અને રમત-ગમતના P.T.I પ્રાધ્યાપક તેમજ કોચ લીલાભાઈ દેસાઈ તથા સંપૂર્ણ સ્ટાફગણ વિદ્યાર્થીનીને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને આશીર્વાદ પાઠવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.