- બનાસકાંઠા જિલ્લામાં બોર ઓપરેટરોનો પગાર શરૂ માગ
- ગુજરાતમાં કુલ 14,189 બોર ઓપરેટર્સ છે
- મોટાભાગના ઓપરેટરોને સમયસર પગાર પણ મળતો નથી
- કોરોના વાયરસની મહામારીમાં અનેક ધંધા-રોજગાર બંધ
બનાસકાંઠાઃ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં હવે બોર ઓપરેટર્સ તેમનો પગાર શરૂ કરવાની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં કુલ 14,189 ગ્રામ પંચાયત બોર ઓપરેટર કામ કરે છે. હાલમાં તેમનો પગાર માત્ર 500થી 1,000 રૂપિયા સુધીનો હોય છે. તેમાંય ઘણા ઓપરેટર્સને તો આટલો પગાર પણ સમયસર મળતો નથી. આ અંગે સમગ્ર ગુજરાતના બોર ઓપરેટર્સે અગાઉ અનેક વખત સરકારમાં રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ પોરબંદરમાં ખુલ્લી જગ્યામાં કોરોના ટેસ્ટ કરવામાં આવે તેવી યુથ કોંગ્રેસની માગ
ફરી એક વાર અખિલ ગુજરાત ગ્રામ પંચાયત બોર ઓપરેટર મહામંડળે માગણી કરી
સરકારમાં રજૂઆત કરવા છતા પણ હજી સુધી આ મામલે સરકાર દ્વારા કોઈ વિચારણા કરવામાં આવી નથી ત્યારે આજે ફરી એક વાર અખિલ ગુજરાત ગ્રામ પંચાયત બોર ઓપરેટર મહામંડળ દ્વારા બોર ઓપરેટરોના પગાર શરૂ કરવાની માગણી કરવામાં આવી છે. અત્યારે કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે, જેના કારણે બોર ઓપરેટરો ચુપ બેઠા છે, પરંતુ મહામારી પત્યા બાદ તેઓ પણ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં ઓક્સિજનની તંગી, કેન્દ્ર સરકારે તાત્કાલિક ક્વોટામાં વધારો કર્યો
કોરોના વાઈરસની મહામારીની અસર તમામ ધંધા-રોજગાર પર
એક તરફ સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે તેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તે પ્રમાણે સતત લોકોના વધેલા સંક્રમણના કારણે દિવસેને દિવસે કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેના કારણે અનેક ધંધાઓ હાલ બંધ થઈ ગયા છે.