ETV Bharat / state

ડીસાના એલીવેટેડ બ્રિજનું દિલ્લીથી અમિત શાહ કર્યું ઈ-લોકાર્પણ

બનાસકાંઠાના ડીસામાં આજે દેશના બીજા અને ગુજરાતમાં સૌથી મોટા એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. 196 કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રિજને ભારતના કેન્દ્રિય પ્રધાન અમિતશાહ અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્ચ્યુલી લોકાર્પણ કર્યું હતું.

ડીસાના એલીવેટેડ બ્રિજનું દિલ્લીથી અમિત શાહ કર્યું ઈ-લોકાર્પણ
ડીસાના એલીવેટેડ બ્રિજનું દિલ્લીથી અમિત શાહ કર્યું ઈ-લોકાર્પણ
author img

By

Published : Aug 8, 2021, 2:36 PM IST

  • ડીસામાં ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ તૈયાર
  • 222 કરોડના ખર્ચે તૈયાર થયો એલિવેટેડ બ્રિજ
  • ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઈ-લોકાર્પણ કર્યું
  • બ્રિજના ઈ-લોકાર્પણ લઇ બનાસકાંઠા ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
  • ટ્રાફિકની મોટી સમસ્યા

બનાસકાંઠા: જિલ્લાના વેપારી મથક ડીસાના મધ્યમાંથી નેશનલ હાઇવે નંબર 27 પસાર થાય છે. જેના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ ભોગવી રહ્યા હતા. સરહદી વિસ્તારના વાવ થરાદ સુઈગામ ભાભર કાંકરેજ દિયોદર ધાનેરા આ તમામ તાલુકાઓ અને જ્યારે મુખ્ય મથક પાલનપુર આવવું પડતું ત્યારે ડીસાના ભારેખમ ટ્રાફિકમાંથી પસાર થવું પડતું હતુ. શહેરના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવેના કારણે અનેક વાર અકસ્માતો થતા હતા. જેમાં શહેરના નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અકસ્માત નિવારવા તેમજ ટ્રાફિક સમસ્યાનો હલ લાવવા માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી.

ડીસાના એલીવેટેડ બ્રિજનું દિલ્લીથી અમિત શાહ કર્યું ઈ-લોકાર્પણ

ડીસામાં એલિવેટેડ બ્રિજ તૈયાર

આ બાબતને ગંભીરતાથી લઇ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 225 કરોડના ખર્ચે 3.7 કિલોમીટર લાંબો વિધાઉટ લૂક એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા કાયમી ઉકેલ આવશે. તેમજ કંડલા અને મુન્દ્રા પોર્ટ પર જતાં વાહનોને ટ્રાફિકની સમસ્યા થી છૂટકારો મળશે. ખાસ કરીને ડીસાના ખેડૂતો જે રોજેરોજ અવર-જવર કરતા હતા. તેમાં ખેડૂતોને આ પુલ મારફતે સીધેસીધા માર્કેટયાર્ડ સુધી પહોંચવા માટે સરળતા રહેશે.

આ પણ વાંચો: ડીસામાં 225 કારોડના ખર્ચે તૈયાર થયેલા એલિવેટેડ બ્રિજનું અમિત શાહ કરશે ઈ-લોકાર્પણ

ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરશે ઈ-લોકાર્પણ

ભારતના પોરબંદરથી આસામના સિલ્ચરને જોડતો ઈસ્ટ-વેસ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઇવે નંબર-27 પર કેન્દ્ર સરકાર 196 કરોડના ખર્ચે ભારતનો બીજા નંબરનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બન્યો તે પહેલા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક માનવામાં આવતા ડીસામાં ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ પેચીદો પ્રશ્ન હતો અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ સમસ્યાને બ્રિજ બનાવવાની માગને પગલે ડીસાના નગરજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો હતો.

બ્રિજ બનાવવાનું શરૂ થયું

જેને પગલે તત્કાલિન સાંસદ હરિભાઇ ચૌધરી અને ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ ડીસાના નગરજનોને બ્રિજ બનાવવાનું વચન આપ્યું હતું, ત્યારબાદ કેન્દ્ર સરકારમાં આ બંને નેતાઓની રજૂઆતને પગલે મનસુખભાઇ માંડવિયાએ 222 કરોડ રૂપિયાની ફાળવણી બ્રિજ બનાવવા માટે કરી હતી અને ત્યારબાદ 196 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવા માટે કામગીરી શરૂ થઈ હતી અને બે વર્ષના ટૂંકા ગાળામાં આ બ્રિજની કામગીરી પૂરી થઈ ગઈ છે.

આ પણ વાંચો: Elevated bridge: ડીસા ખાતે બનેલા એલિવેટેડ બ્રિજ મુદ્દે વધુ એક ફરિયાદ

એલિવેટેડ બ્રિજની ખાસિયત

ડીસામાં તૈયાર કરવામાં આવેલા એલિવેટેડ બ્રિજની ખાસિયતની વાત કરવામાં આવે તો આ બ્રિજ ભારતનો બીજા નંબરનો અને ગુજરાતનો સહુથી લાંબો એલિવેટેડ બ્રિજ છે. એલિવેટેડ એટલે કે ઉપર બ્રિજના સમાંતર નીચે પણ વાહનો ચાલી શકે તે પ્રકારનો આ એલિવેટેડ બ્રિજ 105 સિંગલ પિલલર પર તૈયાર કરવામાં આવેલો છે. 196 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજ બનાવવામાં માત્ર બે વર્ષ અને 6 માસનો સમય લાગ્યો હતો. આ બ્રિજ તૈયાર થવાથી ન માત્ર ડીસા શહેર પરંતુ કંડલાથી આવતા માલ વાહક ભારે વાહનો અને દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પથી ભારત પાકિસ્તાનની આંતર રાષ્ટ્રીય સરહદ સાથેની કનેક્ટિવિટી પણ ઝડપી બની જશે. આ ઉપરાંત રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતાં વાહનોનો સમય તો બચશે જ પરંતુ સાથે ઈંધણનો પણ બચાવ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.