ETV Bharat / state

માનવતાની હત્યા: માસ્ક કેમ નથી પહેર્યું? પોલીસની પૂછપરછ વચ્ચે ગર્ભમાં જ બાળકીનું મોત - treatment

અંબાજી પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ દ્વારા સગર્ભા મહિલાને સારવાર અર્થે લઈ જઇ રહેલી ગાડીને રોકી હતી અને માસ્ક કેમ નથી પહેરેલુ તે બાબતે પૂછપરછ કરી કાર્યવાહી કરવા માટે ગાડીને રોકી હતી. જો કે, સમય વેડફતા સગર્ભા મહિલાને સમયસર સારવાર ન મળી અને સારવાર મળે તે પહેલા જ નવજાત બાળકીનું મોત થઈ ગયું હતુું. જેથી પરિવારજનોએ પોલીસ મથકે ભારે હોબાળો મચાવ્યો હતો. બાળકીના મૃતદેહને પોલીસ મથકના ટેબલ પર મૂકી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન હટાવવા પરિવાર જીદે ચડતા ભારે દોડધામ મચી ગઈ હતી.

માસ્ક કેમ નથી પહેરેલુ તેવી બાબતની પોલીસે પૂછપરછ કરતા બાળકીનું મૃત્યુ

author img

By

Published : Jul 14, 2020, 1:34 PM IST

Updated : Jul 14, 2020, 3:04 PM IST

બનાસકાંઠા: જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન સરકારની ગાઇડ લાઇન અનુસાર, માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે અંબાજી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, અંબાજીમાં સગર્ભા મહિલાની ડિલીવરી જેવા ઈમરજન્સી સમયે પણ માસ્ક સહિતના નિયમોનું પાલન કરાવવા માટે ગાડીને રોકાવી સમય વેડફવામાં આવતા સગર્ભાને સારવાર મળે તે પહેલાં જ નવજાત બાળકીનું મૃત્યુ થયુ હતું. જેવા પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરી અંબાજી પોલીસ મથકમાં વિરોધ કર્યો હતો. પરિવારજનોએ નવજાત બાળકીના મૃતદેહને પી.એસ.ઓના ટેબલ પર મુકી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હોબાળો મચાવ્યો હતો.

આ ઘટનાને લઈ સગર્ભા મહિલાના દિયરે જણાવ્યું હતું કે, તેમના ભાભીને પ્રસૂતિની પીડા ઉપડતાં તેઓ ગાડીમાં હોસ્પિટલ ખાતે લઈ જવા માટે નીકળ્યા હતાં. તે દરમિયાન સ્થાનિક હોસ્પિટલમાંથી પાલનપુર લઇ જવા માટે જણાવવામાં આવતાં પાલનપુર સાથે લઈ જવા માટે નીકળ્યા હતાં. અંબાજી ડી.કે.સર્કલ નજીક બે પોલીસ કર્મીઓ દ્વારા તેમની ગાડીને રોકાવી માસ્ક ન હોવાને કારણે ગાડીને રોકાવી હતી, ત્યારે અંબાજી પોલીસ મથકના બે પોલીસકર્મીઓ દ્વારા સગર્ભા મહિલાની ગાડીને રોકી સમયનો વેડફાટ કરવામાં આવતા મહિલા સમયસર ડિલીવરી માટે ન પહોંચી શકી. જેથી નવજાત બાળકનું મૃત્યુ થયું હોવાના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

માસ્ક કેમ નથી પહેરેલુ તેવી બાબતની પોલીસે પૂછપરછ કરતા બાળકીનું મૃત્યુ

આ બાબતે પરિવારજનોએ મૃતક નવજાત બાળકના મૃતદેહને અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી બાળકના મૃતદેહને સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી જો કે, મૃતક બાળક અને હાલમાં પ્રસુતા મહિલા આઈ.સી.યુમાં ભરતી છે અને આ પ્રસુતા મહિલા પણ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. આ મહિલાને કંઈ પણ થશે, તો તેની જવાબદારી ગાડી રોકનાર બે પોલીસ કર્મચારીઓની રહેશે તેમ મ્રુતક બાળકીના કાકાએ રોષ સાથે જણાવ્યું હતું.

જો કે, રબારી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ મૃત્યુ પામેલી બાળકી અને આઇ.સી.યુમાં સારવાર હેઠળ રહેલી આ મહિલાને ન્યાય મળે તે માટે માગ કરવામાં આવી છે. આવા ઈમરજન્સીના સમયે સગર્ભા મહિલાને સમયસર સારવાર ન મળતાં બાળકીનું મૃત્યુ થયું હોવાના પરિવારજનોના આક્ષેપોને પગલે ફરીયાદી પાસે આ ઘટના બાબતે અરજી લેવામાં આવી છે. હવે જોવુ એ રહ્યું કે, પોલીસકર્મીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે.

Last Updated : Jul 14, 2020, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.