- દાંતીવાડા પાસે Hit And Runની ઘટના આવી સામે
- hit and runની ઘટનામાં 2 પિતરાઈ ભાઈઓના મોત
- એકને ગંભીર ઇજા, સારવાર અર્થેે સરકારી હોસ્પિટલ ખસેડાયો
બનાસકાંઠા : જિલ્લામાં દાંતીવાડા પાસે હિટ એન્ડ રન (Hit And Run)ની ઘટના સર્જાતાં બાઇક સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. દાંતીવાડા ખાતે રહેતા જેતાજી વેડંચીયા તથા મંગળજી વેડંચીયા તેમના પિતરાઈ ભાઈ પિન્ટુજી રોઢાતરને રામપુરા ખાતે મુકવા જઈ રહ્યા હતા.
અકસ્માતમાં બે યુવકનું ઘટના સ્થળે જ મોત
તે સમયે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકોને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
આ પણ વાંચો : વડોદરામાં હિટ એન્ડ રન કેસના આરોપીએ સરેન્ડર કર્યું
અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈકના બે ટુકડા થઈ ગયા હતા અને એક બાઈકનો ટુકડો ગાડી નીચે ત્રણ કિલોમીટર સુધી ઘસેડાયો હતો. જોકે, આ અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે મૃતકના પરિવારજનો અને દાંતીવાડા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો -
- અમદાવાદના બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં CCTVમાં નજરે પડતી અન્ય કારની થઈ ઓળખ
- અમદાવાદના ચર્ચિત હિટ એન્ડ રન કેસમાં આવ્યો નવો વળાંક
- અમદાવાદમાં હિટ એન્ડ રન કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, એક દિવસના રિમાન્ડ મંજૂર
- અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી, એક મહિલાનું મોત, 03 બાળકો ઇજાગ્રસ્ત
- Shivaranjani Hit and Run Case: શિવરંજની હિટ એન્ડ રન કેસમાં અપરાધી પર્વ શાહના જામીન કોર્ટે નામંજુર કર્યા
- અમદાવાદનો બહુચર્ચિત હિટ એન્ડ રન કેસમાં થયો નવો ખુલાસો
- શિવરંજની હિટ એન્ડ રન કેસ (Hit and Run Case), કોર્ટે પર્વ શાહને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો