ETV Bharat / state

બનાસકાંઠામાં તૌકતે વાવાઝોડાથી ટેટી અને તડબૂચની ખેતી બગડી, મદદની આશામાં ખેડૂતો - ગુજરાતમાં તૌકતેની અસર

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેરમાં સક્કરટેટી અને તરબૂચનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. ગત રોજ બનાસકાંઠા જિલ્લામાં આવેલા તૌકતે વાવાઝોડાના કારણે તરબૂચ અને સકકરટેટીના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે.જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

બનાસકાંઠામાં તૌકતે વાવાઝોડાથી ટેટી અને તડબૂચની ખેતી બગડી, મદદની આશામાં ખેડૂતો

author img

By

Published : May 19, 2021, 8:18 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં આવેલ તૌકતે વાવાઝોડાથી નુકસાન
  • ભારે પવન અને વરસાદથી બગડ્યો તરબૂચ અને સકકરટેટીનો પાક
  • કોરોના મહામારીમાં પણ તરબૂચ અને સક્કરટેટી ભાવમાં ઘટાડો

ડીસાઃ સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ગત મોડી રાત્રિએ ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાઓ પર મોટું નુકસાન થયું છે. ખાસ કરીને ખેડૂતોના ખેતરોમાં તૈયાર એા બાગાયતી પાકનો સોથ વળી ગયો છે.

પુષ્કળ પ્રમાણમાં થયું છે ટેટી-તરબૂચનું વાવેતર

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે તરબૂચ અને શક્કરટેટીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ સક્કરટેટી અને તરબૂચનો મોટા પ્રમાણમાં વાવેતર કરી છે. સક્કરટેટી અને તરબૂચની ખેતી બનાસકાંઠા જિલ્લા માટે નવી ખેતી છે. પરંતુ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ સક્કરટેટી અને તરબૂચની ખેતી કરવાની ઢબને અપનાવી લીધી છે. જેથી બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સક્કરટેટી અને તરબૂચનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ડીસા તાલુકામાં આ વર્ષે 800 જેટલા ખેડૂતોએ સક્કરટેટી અને તરબૂચનું વાવેતર કર્યું હતું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 25 ટકા જેટલું વાવેતર વધ્યું હતું.

આ વર્ષે 25 ટકા જેટલું વાવેતર વધ્યું હતું

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડામાં બાજરીના પાકમાં નુકશાન, સરકાર પાસે મદદની આશ

તૌકતે વાવાઝોડાએ માઠી કરી

ગતરોજ બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે તૌકતે વાવાઝોડાના કારણે ડીસા તાલુકાના મોટાભાગના ગામોમાં ભારે પવન અને વરસાદ શરૂ થયો હતો. આ વરસાદે ખેડૂતોને રાતે પાણીએ રોવરાવ્યાં છે. ચાલુ વર્ષે સારા ભાવની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં મોંઘાદાટ બિયારણો લાવીશક્કરટેટી અને તરબૂચનું વાવેતર કર્યું હતું, પરંતુ ઉત્પાદનના સમયે જ કોરોનાવાયરસની મહામારી શરૂ થઇ જતા ખેડૂતોનો માલ અટવાઈ ગયો હતો. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ ખેડૂતોને કુદરતી આપત્તિ દ્વારા પણ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ડીસા તાલુકામાં બે દિવસથી આવેલા ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પડેલ સક્કરટેટી અને તરબૂચના પાક સડી ગયાં છે. ડીસા તાલુકામાં એવા અનેક ખેડૂતો છે કે જેઓ ભાગીયા તરીકે અન્ય ખેડૂતોના ખેતરમાં ભાગ રાખી અને સક્કરટેટીના પાકનું વાવેતર કર્યું હતું.

ખેડૂતોના ખેતરોમાં તૈયાર એા બાગાયતી પાકનો સોથ વળી ગયો છે.

સરકાર પાસે સહાયની માગ

ખેડૂતોના ખેતરમાં પડેલી સક્કરટેટી અને તરબૂચના પાકમાં વરસાદી છાંટા પડતાં આ બંને પાક બગડી જવાની દહેશત જોવા મળી રહી છે, તો આ તરફ બહારના રાજ્યમાં કોરોનાવાયરસની મહામારીના કારણે lockdown હોવાથી સક્કરટેટી અને તરબૂચનો માલ બહાર જવાનો બંધ થઈ ગયો છે. જેના કારણે હાલ ખેડૂતોએ બેવડો માર વેઠવાનો વારો આવ્યો છે. હાલ તો ખેડૂતો એક જ માગ કરી રહ્યાં છે કે તાત્કાલિક ધોરણે કંઈક રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને કંઇક રાહત થાય.

આ પણ વાંચોઃ વાવાઝોડાને પગલે ગીર વિસ્તારની આંબાવાડીઓમાં અંદાજે 100 કરોડ કરતાં વધુનું નુકસાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.