- પાલનપુર-ડીસા હાઇવે હોટલ પર 10 લોકોના ટોળાએ તોડફોડ કરી
- પુરુષો સહિત મહિલાઓએ પણ હોટલ પર ટેબલ-ખુરશીની તોડફોડ કરી
- જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ લોકોની ધરપકડ કરી
બનાસકાંઠા : પાલનપુર ડીસા રોડ પર આવેલા ચૌધરી હોટલ પર મોડી સાંજે અંદાજે 10 જેટલા લોકોના ટોળાએ તોડફોડ કરી હોવાની ઘટના બની છે. જેમાં નજીવી બાબતે તકરાર થતાં મહિલાઓ સહિત 10 જેટલા લોકો ધોકા, લાકડીઓ સાથેહોટલમાં અચાનક ઘુસી જઇને તોડફોડ મચાવી હતી. પુરુષો સહિત મહિલાઓએ પણ હોટલ પર ટેબલ અને ખુરશીઓની તોડફોડ કરી હતી.
ઇજાગ્રસ્તને સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા
હોટલમાં રહેલા સમાનને પણ વેર-વિખેર કરીને આ ટોળુ ત્યાંથી નાસી ગયું હતું. પરંતુ આ મારામારીની ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. તમને સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજાના ભોપાનગર વિસ્તારમાંથી આવેલો આ ટોળું એટલા આવેશમાં હતું કે, અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ચૌધરી હોટલના માલિકને પણ તોડફોડ કરી લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું.
આ પણ વાંચો : માંગરોળના બોરસરા GIDCમાં નજીવી બાબતે મારામારી, ઘટના CCTVમાં કેદ
ટોળાએ કરેલા હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
પાલનપુર તાલુકાના ચડોતર ગામ પાસે આવેલા ચૌધરી હોટલ પર અચાનક 10 જેટલા લોકોએ હુમલો કરતાં જ હોટલના સંચાલકો પણ ભયભીત બની ગયા હતા. જોકે, ટોળાએ કરેલા હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાદમાં ઘટનાની જાણ થતા જ પાલનપુર તાલુકા પોલીસ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી. CCTV ફૂટેજના આધારે તોડફોડ કરનારા લોકોની શોધખોળ હાથ ધરી છે.
ઘટનાને અંજામ આપનાર તમામ લોકો સામે લૂંટની ફરિયાદ નોંધાવી
પાલનપુર તાલુકાના ગઢ પાસે પૈસાની નજીવી બાબતમાં મારામારીની મોટી ઘટના બની હતી. આ ઘટનામાં આવેશમાં આવેલા મોટા ટોળાએ ચડોતર પાસે આવેલા ચૌધરી હોટલ પર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જોત-જોતામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર ઘટનામાં ચૌધરી હોટલના માલિકને લાખો રૂપિયાનું નુકસાન જે બાબતે ચૌધરી હોટલના માલિક જયેશ ચૌધરી આ સમગ્ર ઘટનાને અંજામ આપનાર તમામ લોકો સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં આરોપીનું નિવેદન લેવા ગયેલી પોલીસ અને સોની સમાજ વચ્ચે મારામારી
પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ લોકોની ધરપકડ કરી
જિલ્લા પોલીસ અધિક્ષકે તાત્કાલિક ધોરણે તમામ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી તથા તેમને ઝડપી પાડવા માટે આદેશ કર્યા હતા. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ લોકોની ધરપકડ કરી દીધી હતી. તથા હજુ પણ અન્ય લોકોને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો -