બનાસકાંઠાઃ ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરે પગ પેસારો કરી દીધો છે અને કોરોનાના દૈનિક કેસની સંખ્યા પણ બે લાખ સુધી પહોંચવા આવી છે. ત્યારે વહીવટી તંત્ર હવે ઓમિક્રોન વાયરસથી( Corona Omicron in Gujarat)વધારે સ્થિતિ ખરાબ ન થાય તે માટે પ્રિકોશન ડોઝ આપવાની( Corona vaccination Gujarat )શરૂઆત કરી છે. જેમાં ડીસા ખાતે પણ ડીસાના ઉત્તર પોલીસ, તાલુકા પોલીસ સ્ટેશન અને દક્ષિણ ખાતે પોલીસ કર્મચારી અને રસીના બંને ડોઝ લેનાર વ્યક્તિઓને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ બુસ્ટર ડોઝ એવા(Corona booster dose in Gujarat) વ્યક્તિને અપાઈ રહ્યા છે કે જેને રસીનો બીજો ડોઝ લીધો હોય અને તેના 39 અઠવાડિયા જેટલો સમય થયો હોય. બુસ્ટર ડોઝ આપવા પાછળનું કારણ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવાનું છે.
સરકારી હોસ્પિટલના કર્મચારીઓને બુસ્ટર ડોઝ અપાયો
ડીસા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને આજે આરોગ્ય વિભાગ (Banaskantha Health Department )દ્વારા બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. જે પ્રમાણે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેને અટકાવવા માટે આજે વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સવારથી જ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌપ્રથમ મહામારીમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સને રસીનો ત્રીજો ડોઝ આપવાની શરૂવાત કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા રસીનો ત્રીજો ડોઝ
આજે ડીસા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને આરોગ્ય વિભાગ દ્વારા રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો, જેમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરો, નર્સ અને હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને આજે ડોઝ આપવામાં આવ્યા હતા. ખાસ કરીને કોરોના મહામારીમાં લોકોને કોરોના મહામારીમાં સારવાર આપવા માટે સૌથી વધુ ફરજ પર સરકારી હોસ્પિટલના કર્મચારીઓ હોય છે. તેવામાં સરકારી હોસ્પિટલના કર્મચારીઓ કોરોના મહામારીમાં સુરક્ષિત રહે તે માટે સરકાર દ્વારા અત્યારથી જ તેમને રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા 100થી પણ વધુ કર્મચારીઓને આજે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Makar Sankranti 2022: ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
શિક્ષકોને બુસ્ટર ડોઝ અપાયો
આરોગ્ય વિભાગ દ્વારા ડીસા તાલુકામાં ફરજ બજાવતા 300 થી પણ વધુ શિક્ષકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. જે પ્રમાણે સમગ્ર ભારત ભરમાં કોરોનાએ એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, તેમ લોકો રોજેરોજ ફરી એકવાર કોરોનાની ઝપેયમાંં આવી રહ્યા છે અને ગુજરાતમાં રોજે રોજ હજારોની સંખ્યામાં કોરોના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સતત કોરોના કેસમાં વધારો થતાં ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ધોરણ એક થી 9ના વર્ગો બંધ કરવામાં આવ્યા છે. તેવામાં સૌથી વધુ સંખ્યામાં શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે ફરજ બજાવી હતી જેના કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ વધારે રહેલી હતી, ત્યારે આ સંક્રમણ વધે નહીં તે માટે સરકાર દ્વારા આજથી શાળાઓમાં ફરજ બજાવતા તમામ શિક્ષકોને રસી ત્રીજો ડોઝ આપવાની શરૂઆત કરી છે. ડીસા તાલુકામાં વિવિધ શાળાઓમાં ફરજ બજાવતા 300 થી પણ વધુ શિક્ષકોને આરોગ્ય વિભાગ દ્વારા બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. શિક્ષકો પણ સવારથી જ કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓ અને પોતે સુરક્ષિત રહે તે માટે આજે બુસ્ટર ડોઝ લેવા માટે મોટી સંખ્યામાં લાઈનોમાં જોડાયા હતા, ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે આજથી સરકારે કોરોના મહામારીના વધતા કેસો વચ્ચે બુસ્ટર ડોઝની શરૂવાત કરી છે તેમાં તમામ કર્મચારીઓ જોડાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Bhavnagar Birds in Danger : ઉત્તરાયણમાં પક્ષીઓના જીવને ગંગાજળિયા વિસ્તારમાં જોખમ, ભાજપ કોંગ્રેસ શું કહે છે?