ગુરૂવારે ડીસાના કંશારી ગામે બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબત પટેલની સભા યોજાઈ હતી. જેમાં છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસથી નારાજ થયેલા કોંગ્રેસના 10 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. જેમાં આ તમામ કાર્યકર્તાઓને બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબત પટેલ દ્વારા ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.
બનાસાકાંઠામાં 10થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો
પાલનપુર: ગુરૂવારે લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે, ત્યારે કોંગ્રેસના એક પછી એક કાર્યકર્તાઓ પક્ષ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. ગુરૂવારે ડીસા ખાતે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીની સભામાં કોંગ્રેસના 10 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
સ્પોટ ફોટો
ગુરૂવારે ડીસાના કંશારી ગામે બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબત પટેલની સભા યોજાઈ હતી. જેમાં છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસથી નારાજ થયેલા કોંગ્રેસના 10 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. જેમાં આ તમામ કાર્યકર્તાઓને બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબત પટેલ દ્વારા ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.
લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.11 04 2019
સ્લગ... કોંગ્રેસ માંથી રાજીનામુ
એન્કર...લોકસભાની ચૂંટણી નો બરાબર રંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસ ના એક પછી એક કાર્યકર્તાઓ પક્ષ છોડી અને ભાજપ માં જોડાઈ રહ્યા છે ત્યારે આજરોજ ડીસા ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીની સભામાં કોંગ્રેસ ના 10 થી પણ વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા....
વિઓ...આજરોજ ડીસા તાલુકા ના કંશારી ગામે બનાસકાંઠા જિલ્લાના લોસભાના ભાજપ ના ઉમેદવાર પરબતભાઇ પટેલ ની આજે સભા યોજાઈ હતી જેમાં છેલ્લા કેટલાય સમય થી કૉંગ્રેસ પાર્ટી થી પરેશાન થયેલા કૉંગ્રેસ ના 10 થી પણ વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.જેમાં આ તમામ કાર્યકર્તાઓને બનાસકાંઠા જિલ્લાના ભાજપના લોકસભાના ઉમેદવાર પરબતભાઇ પટેલ દ્વારા ભાજપ નો ખેશ પહેરાવી પાર્ટીમાં જોડ્યા હતા. લોકસભાની ચૂંટણી યોજાનાર છે તે પહેલાં બનાસકાંઠા જિલ્લામાં કૉંગ્રેસ થી નારાજ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કૉંગ્રેસ ને મોટો ફટકો પડ્યો છે ત્યારે એક પછી એક કૉંગ્રેસ ના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા હવે આગામી લોકસભાની ચૂંટણી માં કેટલી અશર કરે છે તે જોવાનું રહ્યું? અલ્પેશ ઠાકોર જ્યારે કૉંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું છે ત્યાંરે દરેક નેતાઓ પોતાની પ્રતિક્રિયા ઓ આપી રહ્યાં છે ત્યાંરે રાજય કક્ષા નાં મંત્રી અને બનાસકાંઠા લોકસભા નાં ઉમેદવાર પરબત પટેલ એ પણ મોટુ નિવેદન આપ્યું છે અલ્પેશ નાં રાજીનામાં થી ભાજ્પ ને કેટલો ફાયદો જે પ્રશ્ન મીડિયા દ્રારા પૂછતાં પરબત પટેલ એ સ્પષ્ટ જણાવ્યું હતુ કે અલ્પેશ નું રાજીનામું આપી અમારી સાથે જોડાય છે એજ અમારું સમર્થન છે.એટલેકે અલ્પેશ ભાજ્પ મા જોડાવાની વાત અને ભાજ્પ ને સમર્થન આપી રહ્યાં ની વાત ને ક્યાંક સમર્થન મળી રહ્યુ છે.
બાઈટ..પરબત પટેલ
( બનાસકાંઠા લોકસભા ઉમેદવાર )
રીપોર્ટર.... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા