- ડીસા નગરપાલિકા ચૂંટણી માટે કોગ્રેસના નિરીક્ષક ડીસાની મુલાકાતે
- ડીસા નગરપાલિકામાં જીત મેળવવા યોજાઇ બેઠક
- આગેવાનો સહિત કાર્યકરો સાથે બેઠક યોજીને માહિતી મેળવી
બનાસકાંઠા : રાજય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર અને ડીસા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેથી ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ દ્વારા નરેન્દ્ર પટેલને ડીસા શહેર કોગ્રેસના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેથી શુક્રવારે નરેન્દ્ર પટેલે ડીસા ખાતે સ્થાનિક આગેવાનો સહિત કાર્યકરો સાથે બેઠક કરી માહિતી એકત્ર કરી હતી.
આગેવાનો સહિત કાર્યકરો સાથે બેઠક યોજી માહિતી મેળવી
ગત વર્ષની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઇ હતી. જે બાદ આગામી સમયમાં ફરી એકવાર જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે ડીસા નગરપાલિકામાં ફરી એકવાર કોંગ્રેસની હાર ન થાય તે માટે શુક્રવારે કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ હતી અને ફરી એકવાર કોંગ્રેસની જીત નગરપાલિકામાં થાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કોંગ્રેસના કાર્યકરો રહ્યા હાજર
આ બેઠકમાં ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પી. વી. રાજગોર, ડીસા શહેર પ્રમુખ શૈલેષ વ્યાસ, ડીસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિપુલભાઇ શાહ, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંજયભાઈ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દિપકભાઈ પટેલ, જોરાભાઇ જોષી, મુકેશભાઈ સોલંકી, પ્રભાતભાઈ દેસાઈ, ગુલાબભાઈ માળી, પ્રકાશભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.