બનાસકાંઠાઃ જિલ્લાના ડીસાના છોટાપુરા ગવાડી વિસ્તારમાં આવેલી મિનાર મસ્જિદમાં શુક્રવારે રાત્રે બે વાગ્યે નમાઝ પઢતા મૌલવી સહિત 20 થી 25ના ટોળા સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોધાઇ છે.
કોરોના મહામારીના કારણે લોકડાઉન દરમિયાન ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઇ બી.વી.પટેલ સ્ટાફ સાથે રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતાં. જે દરમિયાન શહેરના છોટાપુરા ગવાડી વિસ્તારમાં આવેલી મિનાર મસ્જિદમાં રાત્રીના બે વાગ્યાના સુમારે મૌલવી ફિરોજ ઇસ્માઇલભાઇએ મસ્જિદ આસપાસમાં રહેતા 20 થી 25 લોકોને રમઝાન માસના જાગરણની રાત્રે પવિત્ર નમાઝ પઢવા બોલાવી, નમાઝ પઢી જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૌલવીની પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી. આ અંગે હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે મૌલવી ફિરોજ ઇસ્માઇલભાઇ સહિત લઘુમતી સમુદાયના 20 થી 25ના ટોળા સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.