ETV Bharat / state

Cold In Mount Abu: માઉન્ટ આબુમાં માઇનસ-4 ડીગ્રી ઠંડી, બનાસકાંઠા પણ ઠંડીમાં ઠુંઠવાયું - શિયાળામાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓ

માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 4 ડિગ્રી (Cold In Mount Abu)એ પહોંચ્યું છે. અતિશય ઠંડીના કારણે પાણીના કુંડા અને બગીચામાં બરફ છવાયો હતો. ઉત્તર ભારતમાં વરસાદના કારણે બનાસકાંઠામાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

Cold In Mount Abu: માઉન્ટ આબુમાં માઇનસ-4 ડીગ્રી ઠંડી, બનાસકાંઠા પણ ઠંડીમાં ઠુંઠવાયું

author img

By

Published : Jan 24, 2022, 7:58 PM IST

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુ (Mount abu hill station In Winter 2022)માં ફરી એક વખત તાપમાન માઇનસ 4 ડિગ્રી (Cold In Mount Abu)એ પહોંચ્યું છે. આ કારણે પાણીના કુંડ અને બગીચામાં બરફ છવાયો (Snow In Mount Abu) હતો. ગાડીઓના કાચ ઉપર બરફ છવાતા સહેલાણીઓને અનેરો અહેસાસ થયો હતો. માઇનસ તાપમાનમાં પણ સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડી (Tourists In Mount Abu In Winter)નો આનંદ માણી રહ્યા છે.

માઉન્ટમાં ભારે ઠંડી, ગાડીઓના કાચ પર બરફ છવાયો.

આ પણ વાંચો: Cold Wave In Mount Abu: માઉન્ટ આબુ જતા પહેલા વાંચી લેજો આ સમાચાર, પડી રહી છે હાડ થીજાવી દે તેવી ઠંડી

છેલ્લા 2 દિવસથી ઠંડી વધુ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી લોકો ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે.

ઉત્તર ભારતમાં પડી રહેલા વરસાદના પગલે ફરી એકવાર બનાસકાંઠા (Cold In Banaskantha) જિલ્લો ઠંડીથી ઠુંઠવાયો છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ જિલ્લામાં આ વર્ષે લોકોને ઠંડીની અસર ઓછી જોવા મળી હતી, પરંતુ હવે જ્યારે શિયાળો પૂર્ણ થવાના આરે છે ત્યારે ઠંડીનો ચમકારો વધ્યો છે અને ઠંડી તેનું અસલી સ્વરૂપ બતાવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી લોકો ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લામાં ઠંડીએ જોર પકડ્યું હતું જેના કારણે દિવસે પણ લોકો ગરમ કપડામાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: વરસાદ બાદ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ધુમ્મસનું રાજ

આબુમાં માઇનસ 4 ડિગ્રી ઠંડીનો આનંદ માણી રહ્યા છે લોકો

ઠંડીથી રક્ષણ મેળવવા માટે હાલમાં તાપણીનો સહારો લેતા નજરે પડી રહ્યા છે.

રાત્રી દરમિયાન લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે હાલમાં તાપણીનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રી ઠંડીના કારણે લોકો આનંદ માણી રહ્યા છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ ઠંડીએ જોર પકડતાં લોકો સવારથી જ ઠંડીનો અહેસાસ કરતા નજરે પડ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.