- અંબાજીમાં કોરોનાના પોઝિટિવ કેસમા સતત વધારો
- કોરોના મહામારીની સાંકળ તોડવા અંબાજી સતત ત્રણ દિવસ માટે બંધ
- શાકભાજીને અન્ય સામાનના ભાવ સોમવાર કરતા બમણા
બનાસકાંઠા : કોરોના મહામારીની સાંકળ તોડવા સાંજે પાંચ વાગ્યા પછી અંબાજી સતત ત્રણ દિવસ માટે બંધ રહેશે. જેને લઇ ગઇકાલે મંગળવારે બજારોમાં છેલ્લી ઘડીનો વિવિધ સામન ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી હતી. કોરોના ગાયબ જ થઇ ગયો હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યાં હતા. જોકે, અંબાજીમાં બજારો ગઇકાલે સાંજે પાંચ વાગ્યા પછી અને આજથી સતત ત્રણ દિવસ બંધ રહેવાના છે. ત્યારે લોકો ખાદ્ય સામગ્રી તેમજ ઘર વખરીની સામગ્રી લેવા માટે નિકળી પડ્યા હતા.
આ પણ વાંચો : વધતા જતા કોરોના વાઈરસ વચ્ચે ડીસા બંધ
અંબાજી પંથકમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થયો
અંબાજી પંથકમાં અત્યારે કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે લોકોને લોકાડાઉન લંબાવાનો ડર પણ સતાવી રહ્યો છે. ત્યારે બીજી તરફ લોકોમાં એવી પણ બૂમરાડ ઉઠવા પામી છે. જે શાકભાજીને અન્ય સામાન સોમવારેે જે ભાવ હતા. તેના કરતાં ગઇકાલે મંગળવારે ભાવ બમણા કરી લેવાયા છે. ત્યારે સરકાર પાસે આવી પરિસ્થિતીમાં અચાનક ભાવ વધારો કરી દેનારા તેમજ કાળા બજારીઓ સામે કડક કાર્યવાહી કરવાં પણ માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : કપરાડાના નાનાપોંઢામાં આવેલી APMC 5 દિવસ સુધી બંધ