ETV Bharat / state

Chaitra Navratri 2022: અંબાજી મંદિરમાં જવારા વાવીને ભક્તિ ભાવપૂર્વક ઘટ સ્થાપન કરવામાં આવ્યું - માતાજીની આરાધના

છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી હતી જેને કારણે દર્શનાર્થીઓ માતાજીના દર્શન માટે આવી શકતા ન હતા. ચૈત્રી નવરાત્રી શરૂ થતા યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરે યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો. આજથી(શનિવારે) અંબાજી મંદિરમાં જવારા સાથેનું ઘટ સ્થાપન કરવામાં આવી રહ્યુ છે.

Chaitra Navratri 2022: અંબાજી મંદિરમાં જવારા સાથેનું ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યું

author img

By

Published : Apr 2, 2022, 7:52 PM IST

Updated : Apr 2, 2022, 8:56 PM IST

અંબાજી: આજથી(શનિવારે) હિંદુઓના નવા વર્ષ વિક્રમ સવંત(New Year Vikram Savant) 2079નો પ્રારંભ થયો છે. આજે સિંધી સમાજમાં ચેટીચાંદનો પર્વ પણ છે. આ હિન્દુ લોકોના નવા વર્ષની સાથે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રી શરૂ થતા યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરે યાત્રિકોનો ઘસારો રહ્યો હતો. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે અંબાજી મંદિરમાં નવરાત્રીનો ઘટ્ટ સ્થાપન તો કરાતુ હતું પણ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકતા ન હતા. આ વખતે કોરોનાનું જોર ઘટતા(Decreased corona) ચૈત્રી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ(Devotees in Chaitri Navratri) માટે મંદિર ખુલ્લું રહ્યું હતું. જેને કારણે મોટી સંખ્યામાં યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો. આજથી અંબાજી મંદિરમાં જવારા સાથેનું ઘટ સ્થાપન કરવામાં આવી રહ્યુ છે.

આ વખતે કોરોનાનું જોર ઘટતા ચૈત્રી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહ્યું હતું. જેને કારણે મોટી સંખ્યામાં યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Chaitra Navratri 2022: અંબાજી મંદિરમાં નવે દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પરમિશન, દર્શનના સમયમાં ફેરફાર

ચૈત્રી નવરાત્રી શરુ - અંબાજી મંદિરના સભા મંડપમાં જવારા સાથેનું ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. આ ઘટ સ્થાપનમાં સાત પ્રકારના અનાજ મિશ્રિત કરીને જવેરા વાવવામાં આવ્યા હતા. આજની(શનિવારની) ઘટ સ્થાપન વિધિમાં જિલ્લા કલેકટર આનંદ પટેલ અને મંદિરના વહીવટદાર R K પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આમ જોતા તો વર્ષમાં બે મોટી નવરાત્રી આવે છે, જેમા આસો અને ચૈત્ર માસની બંને નવરાત્રીમાં ચૈત્ર નવરાત્રી માતાજીની આરાધના(Worship of Mataji) માટે સર્વ શ્રેષ્ઠ મનાય છે. એટલું જ નહીં આજે ઘટ્ટ સ્થાપનામાં જે જવેરા વાવવામાં આવે છે, તે નવમા દિવસે ઉગેલા જોઈને તેની વૃદ્ધિ પ્રમાણે નવું વર્ષ કેવું રહેશે તેનો અનુમાન કરવામાં આવે છે. જોકે આજે બે વર્ષ બાદ પ્રથમ ચૈત્રી નવરાત્રીએ શ્રદ્ધાળુઓને ઘટ સ્થાપના સાથે મંદિરમાં દર્શનનો લાભ મળતા ભારે ખુશી વ્યક્ત કરી હતી. દેવાંગભાઈ ઠાકર જે અંબાજી મંદિરના ટ્રસ્ટી છે. તેમણ હિંદુઓના શરુ થતા નવા વર્ષ વિક્રમ સવંતની શુભેછાઓ પાઠવી હતી. એટલું જ નહીં પણ હવે કોઈ મહામારી ન આવે(epidemic will not come) અને ભક્તો ભગવાનથી વિમુખ ન બને તેવી પણ પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો: Chaitri Navratri 2022: ગૃહ પ્રધાને ચૈત્રી નવરાત્રીના પર્વે મંદિરે દર્શન કરી પ્રજાની શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી

બનાસકાંઠાના જિલ્લા કલેકટર આનંદ પટેલ - જિલ્લા કલેકટર આનંદ પટેલ કહ્યું હતું કે, સામાન્ય રીતે બે પ્રકારની આરતી થાય છે. એક છે સાંયકાળની(Evening Aarti) જે મંદિરની અંદર કરવામાં આવી છે અને બીજી જવેરાની આરતી થાય છે. આ આરતી દરરોજ કરવામાં આવે છે. જવેરામાં 7 પ્રકારના અનાજ ઉગાડવામાં આવે છે, જેને ઘટસ્થાપન કહેવામાં આવે છે. આ ઉપરાંત જવેરા જે રીતે વધે છે તે નક્કી કરે છે કે બીજું વર્ષ કેવું રહેશે. તેમણે વધારામાં જણાવ્યું હતું કે, આજથી શરુ થયેલી ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં નવ દિવસ એક વધારાની આરતી પણ કરવામાં આવશે. સવારની મંગળા આરતી બાદ જવેરા સાથે ઘટ્ટ સ્થાપનની આરતી અને સાંયકાળની આરતી કરવામાં આવશે.

Last Updated : Apr 2, 2022, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.