ETV Bharat / state

પાલનપુર શહેરમાં રેમડેસીવીર ઈન્જેકશનની કાળાબજારી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં પણ આજે રેમડેસીવીર ઈન્જેકશનની કાળા બજારીનો કેસ સામે આવ્યો છે, જેમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ICU કેરના તબીબ પાસેથી ગેરકાયદેસર રીતે મેળવેલા 6 ઈન્જેકશન જપ્ત કરી ડોક્ટર સામે ડીઝાસ્ટર અને એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

hospital
પાલનપુર શહેરમાં રેમડેસિવિર ઈન્જેકશનની કાળાબજારી
author img

By

Published : Apr 19, 2021, 5:10 PM IST

Updated : Apr 19, 2021, 8:08 PM IST

  • રેમડેસીવીર ઈન્જેક્શનની હોસ્પિટલોમાં અછત
  • બનાસકાંઠાના પાલનપુરમાં રેમડેસીવીર ઈનજેક્શનની કાળા બજારી
  • આરોગ્ય અધિકારીએ ડોક્ટર સામે કરી કાર્યવાહી

બનાસકાંઠા: જિલ્લામાં કોરોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે, અને જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રાફડો ફાટ્યો છે. તેની સામે રેમડેસીવીર ઇન્જેક્શન પણ ખૂટી પડ્યા છે અને તેના કારણે કેટલાક તબીબો અત્યારે માનવતા નેવે મૂકી તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. મંગળવારે બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જીગ્નેશ હરીયાણીએ ટીમ સાથે પાલનપુરમાં આવેલી ભૂમા ICU મેડીકેર હોસ્પિટલમાંમાં દરોડા પાડયા હતા જ્યાં દાખલ દર્દીઓ સામે મેળવેલા ઈન્જેકશનનું રજીસ્ટર ચકાસતા ICU કેરના તબીબે કોરોના પોઝિટિવ દર્દીઓને રજા આપ્યા બાદ આ દર્દીઓ ઘરે હોવા છતાં પણ તેમના ડોક્યુમેન્ટના આધારે ગેરકાયદેસર રીતે 6 ઈન્જેકશન મેળવ્યા હતા, જેથી આરોગ્ય વિભાગની ટીમે આ તબીબ પાસેથી 6 ઈન્જેકશન જપ્ત કર્યા છે અને તેમની સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ડિઝાસ્ટર અને એપિડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવા જાણ કરી છે.

ઇજેક્શનનું કાળા બજાર કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ

અત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ ઇન્જેક્શન માટે તરફડી રહ્યા છે, રોજના કેટલાય આવા કોરોના સંક્રમિત દર્દીઓ ઇન્જેક્શન ના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે તેમ છતાં પણ કેટલાક તબીબો આવી સ્થિતિમાં પણ થોડાક નાણાંની લાલચમાં માનવતાને નેવે મૂકી તેનો ફાયદો ઉઠાવવામાં પડ્યા છે. આવા તબીબો સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને આવા તબીબને કડક સજા થાય તેવી દર્દીના પરીજનો કરી રહ્યા છે.

પાલનપુર શહેરમાં રેમડેસિવિર ઈન્જેકશનની કાળાબજારી

આ પણ વાંચો : કોરોનાના દર્દીઓ માટે રાહતના સમાચાર, રેમડેસીવીરના ભાવ ઘટ્યા

બનાસકાંઠા જિલ્લામાં રેમડીસીવર ઇજેક્શનની અછત

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વિસ્ફોટ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે તે પ્રમાણે સતત કોરોનાવાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને હાલમાં તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી છે. હાલમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેકશનની અછત જોવા મળી રહી છે ત્યારે આવા સમયે પણ બનાસકાંઠા જિલ્લામાં લોકો રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા નજરે પડી રહ્યા છે. આવા લોકો સામે આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. હજુ પણ મોટાભાગના સેન્ટરોમાં ઇન્જેક્શન મોટાપાયે કાળા બજાર થઈ રહી છે ત્યારે આરોગ્ય અધિકારી દ્વારા આવા લોકો સામે તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં ગરીબ લોકોને સમયસર રેમડીસીવર ઇન્જેક્શન મળી શકે તેમ છે. જોકે હોસ્પિટલના ડોક્ટર અંબરીશ પંચાસરા પોતે નિર્દોષ હોવાનું જણાવી રહ્યા છે અને તેઓએ દર્દીઓના નામે જ ઈન્જેકશન મેળવ્યા છે અને તે તમામ દર્દીઓને આપ્યા હોવાનું કહ્યું હતું.

Last Updated : Apr 19, 2021, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.