ETV Bharat / state

ચકલી દિવસ પર બાળકોએ કર્યો લોકશાહીના બચાવનો એક નવતર પ્રયાસ - Banaskantha

બનાસકાંઠા: દર વર્ષની 20મી માર્ચના રોજ 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરવામાં આવતી હોય છે.  જો કે હાલના સમયમાં પૃથ્વી પર સતત વધી રહેલા રેડીએશનને લઈને ચકલીની પ્રજાતી લુપ્ત થતી જઇ રહી છે. ત્યારે ચકલીઓના બચાવ માટે દર વર્ષેની 20મી માર્ચના રોજ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ડીસામાં એક સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ચકલીઓને બચાવવાનો મેસેજ આપવાની સાથે લોકશાહીને બચાવવા માટે લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

મતદાનનો મેસેજ
author img

By

Published : Mar 21, 2019, 11:12 AM IST

બનાસકાંઠાના ડીસામાં આવેલીચીમનલાલ હંસરાજ દોષી પ્રાથમિક શાળા જિલ્લા પંચાયત સંચાલિત આ શાળામાં શહેરના સહુથી ગરીબ પરિવારના બાળકોને કેળવણીના પાઠ ભણાવવામાં આવે છે. આ શાળાના બાળકો બેશક આર્થિક રીતે ગરીબ છે. પરંતુ માનસિક રીતે ઘણા આગળ છે.આ શાળાના બાળકો 'ચકલી દિવસ'ના પ્રસંગે ચકલીઓ માટે માળા તૈયાર કરી રહ્યાં છે. રેડીએશનનું પ્રમાણ વધતાં અને જંગલોના નાશ થતાં ચકલીઓના આવાસ પણ હવે બચ્યા નથી.

સ્પોટ વીડિયો

આ શાળામાં અભ્યાસ કરતાં નાના બાળકોએ ચકલીઓ માટે ઘર બનાવવાની શરૂઆત કરી છે. અત્યારે આ બાળકો ચકલીઓ માટે ઘર તૈયાર કરી રહ્યાં છે. આ ઉપરાંત આ બાળકો ચકલી બતાવવાની સાથે સાથે લોકશાહીને બચાવવાનોપ્રયાસ કરી રહ્યાં છે. આ નાનકડા ભૂલકાઓ અત્યારે ચકલીઓ માટે ઘર તો બનાવી રહ્યાં છે. પરંતુ પક્ષીઘર પરએક ખાસ પ્રકારનું ચિત્રકામ કરી રહ્યાં છે. આ બાળકો અત્યારે પક્ષી માટે બનાવવામાં આવી રહેલા ઘરો પર લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરતાં ચિત્રો દોરી રહ્યાં છે. આ ભૂલકાઓની કામગીરી ચકલીઓ બચાવવાની સાથે-સાથે લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી રહ્યાં છે.

જે શાળામાં અભ્યાસ કરતાં બાળકો આર્થિક રીતે પછાત અને તેમના વિચારો આટલા સમૃદ્ધહોય તે શાળાના આચાર્ય પણ ધન્યવાદને પાત્ર બને છે. કારણ કે, શાળાના આચાર્યએ જ આ બાળકોના સંસ્કારોનું સિંચન કર્યું છે.

Intro:Body:

Rohit Thakor <rohit.thakor@etvbharat.com>

10:09 AM (9 hours ago)

to me

લોકેશન... ડીસા.બનાસકાંઠા

રીપોર્ટર.. રોહિત ઠાકોર

તા.20 03 2019

સ્લગ : ચકલી દિવસ પર મતદાનની અપીલ

એન્કર : વીસમી માર્ચ એટ્લે કે ચકલી દિવસ... પૃથ્વી પર વધતાં જતાં રેડીએશનને લઈ લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા માટે દર વર્ષે ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ડીસામાં એક સરકારી શાળાઓના વિધ્યાર્થીઓએ ચકલીઓને બચાવવાનો મેસેજ આપવાની સાથે સાથે લોકશાહીને બચાવવા માટે લોકોને મતદાન કરવાની અપીલ કરી છે.

વી.ઑ. : આ છે ડીસાની ચીમનલાલ હંસરાજ દોષી પ્રાથમિક શાળા.. જિલ્લા પંચાયત સંચાલિત આ શાળામાં શહેરના સહુથી ગરીબ પરિવારના બાળકોને કેળવણીના પાઠ ભણાવવામાં આવે છે.. આ શાળાના બાળકો બેશક આર્થિક રીતે ગરીબ છે પરંતુ માનસિક રીતે ઘણા આગળ છે.. અને તેનું પ્રમાણ છે તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી... અત્યારે આ શાળાના બાળકો ચકલી દિવસ પ્રસંગે ચકલીઓ માટે માળા તૈયાર કરી રહ્યા છે.. રેડીએશનનું પ્રમાણ વધતાં અને જંગલોના નાશ થતાં ચકલીઓના આવાસ પણ હવે બચ્યા નથી.. ત્યારે આ શાળામાં અભ્યાસ કરતાં નાના નાના ભૂલકાઓએ ચકલીઓ માટે ઘર બનાવવાની શરૂઆત કરી છે.. અત્યારે આ બાળકો ચકલીઓ માટે ઘર તૈયાર કરી રહ્યા છે. આ ઉપરાંત આ બાળકો ચકલી બતાવવાની સાથે સાથે લોકશાહીને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે.. આ નાનકડા ભૂલકાઓ અત્યારે ચકલીઓ માટે ઘર તો બનાવી રહ્યા છે પરંતુ ઘરની પર એક ખાસ પ્રકારનું પેઇન્ટિંગ કરી રહ્યા છે. આ બાળકો અત્યારે પક્ષી માટે બનાવવામાં આવી રહેલા ઘરો પર લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરતાં ચિત્રો દોરી રહ્યા છે. આ ભૂલકાઓની કામગીરી ચકલીઓ બચાવવાની સાથે સાથે લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે.

બાઇટ :-માયા બાયડ – વિધ્યાર્થી

વી.ઑ. : જે શાળામાં અભ્યાસ કરતાં બાળકો આર્થિક રીતે પછાત અને તેમના વિચારો આટલા સમૃધ્ધ હોય તે શાળાના આચાર્ય પણ ધન્યવાદને પાત્ર બને છે. કારણ કે શાળાના આચાર્યએ જ આ બાળકોના સંસ્કારોનું સિંચન કર્યું છે.. ત્યારે બાળકોના આ ઉમદા કાર્ય વિષે આ સરકારી શાળાના આચાર્યનું શું કહેવાનું થાય છે.

બાઇટ :-પ્રવીણભાઈ સાધુ – આચાર્ય, ચીમનલાલ હંસરાજ દોષી પ્રાથમિક શાળા

જ્યારે ડીસા જેવા નાનકડા શહેરની એવી શાળા કે જેમાં માત્ર ગરીબ અને પછાત વર્ગના બાળકો અભ્યાસ કરે છે અને આ બાળકો જો પક્ષીઓની સાથે સાથે મતદાન પ્રત્યે આટલી જાગૃતિ દર્શાવી શકતા હોય ત્યારે દરેક નાગરિકે મતદાનના મહત્વને સમજીને લોકશાહીના પર્વને ઉજવવું જોઇયે..

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.