ETV Bharat / state

બનાસકાંઠાઃ ગુજરાત સરકારના બજેટ બાદ ખેડૂતો અને પશુપાલકોની પ્રતિક્રિયાઓ - પશુપાલનના સમચાર

ગુજરાત સરકારે અત્યાર સુધીનુ સૌથી મોટું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ રજૂ થતાંની સાથે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ તેમને હજુ પણ સરકાર દ્વારા પશુપાલકો દૂધના ભાવમાં વધારો અને ખેડૂતો માટે બિયારણના ભાવમાં ઘટાડો કરી આપે તો આવનારા સમયમાં ફાયદો થઇ શકે તેમ છે.

બનાસકાંઠાઃ ગુજરાત સરકારના બજેટ બાદ ખેડૂતો અને પશુપાલકોની પ્રતિક્રિયાઓ

author img

By

Published : Mar 4, 2021, 1:51 PM IST

Updated : Mar 4, 2021, 3:35 PM IST

  • બનાસકાંઠા જીલ્લો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો જીલ્લો છે
  • ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ અંગે ખેડૂત અને પશુપાલકોની પ્રતિક્રિયા
  • દૂધના ભાવમાં વધારો અને બિયારણના ભાવમાં ઘટાડો કરવા માંગ

બનાસકાંઠાઃ જિલ્લો વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો માનવામાં આવે છે. જિલ્લામાં વર્ષોથી મોટાભાગના ખેડૂતો ખેતી સાથે જોડાયેલા હતા. પરંતુ વારંવાર કુદરતી આફતોના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો લાખો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા હતા. જેના કારણે ખેડૂતો ખેતી છોડી અને પશુપાલન તરફ વળ્યા હતા. પશુપાલનના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો દર વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. પરંતુ હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં નાના પશુપાલકો છે. જેમને સરકાર પાસે થોડી ઘણી સહાય મળી રહે તો તેઓ પણ હજુ પશુપાલન ક્ષેત્રે આગળ વધી શકે તેમ છે. સરકાર દ્વારા દૂધના ભાવમાં સો રૂપિયા જેટલો વધારો કરવામાં આવે તો આવનારા સમયમાં પશુપાલન ક્ષેત્રે હજુ પણ બનાસકાંઠા જિલ્લો પ્રગતિ કરી શકે તેમ છે.

પશુપાલકો
પશુપાલકો

આ પણ વાંચોઃ ગુજરાત બજેટઃ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.7,232 કરોડની જોગવાઈ

સહાય માટે ડ્રો સિસ્ટમ બંધ કરી જરૂરિયાત અને ગરીબ વર્ગના ખેડૂતોનો સર્વે કરી સરકાર સીધી જ સહાય આપેઃ ખેડૂત

ગુજરાત સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું હતું અત્યાર સુધીનો સૌથી મોટું બજેટ એટલે કે 2.27 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ વાળું બજેટ રજૂ કર્યું છે. જેમાં કૃષિ અને પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો અને પશુપાલકો માટે પણ કરોડો રૂપિયાની જોગવાઈ કરી છે. દસ ગામ દીઠ એક પશુ દવાખાનું બનાવવા માટેની યોજના, પશુ માટે દાણ ખરીદી માટે પશુપાલકોને સહાય તેમજ ગીર અને કાંકરેજ ગાયના દૂધની બનાવટ દ્વારા સ્વરોજગારી મેળવવા માટે પણ 3 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ સિવાય ખેડૂતોને પણ બિયારણ તેમજ અનાજ સંગ્રહ માટે એક ટબ અને બે પ્લાસ્ટિકના ટોકર આપવાની યોજના, તો ફૂડ પ્રોસેસિંગ માટે 10 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત સરકારે કરી છે. ખેડૂતોને અગાઉથી હવામાન વિભાગની જાણકારી મળી રહે તે માટે 1800 ઓટોમેટીક વેધર સ્ટેશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ તમામ બાબતો બાદ પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનું માનવું છે કે ખેડૂતોને સહાયની રકમ તેમના ખાતામાં જ મળે તેમ જ સહાય માટે ડ્રો સિસ્ટમ બંધ કરી જરૂરિયાત અને ગરીબ વર્ગના ખેડૂતોનો સર્વે કરી સરકાર સીધી જ સહાય આપે તે વધુ જરૂરી છે.

બજેટને લઈને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોમાં ક્યાંક ખુશી તો ક્યાંક દુખી જોવા મળ્યા

ગુજરાત સરકાર દ્વારા ઈતિહાસમાં સૌથી મોટો બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ બજેટને લઈને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોમાં ક્યાંક ખુશી તો ક્યાંક દુખી જોવા મળ્યા હતા. જેનું કારણ હતું કે નાના પશુપાલકો છે તેમને હજી સુધી સરકારી સહાય મળી નથી. જેના કારણે તેમને વારંવાર પશુપાલનમાં નુકસાન વેઠવાનો વારો આવે છે. બીજી તરફ ખેડૂતોને તાત્કાલિક ધોરણે બિયારણના ભાવમાં સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવે તો આવનારા સમયમાં હજુ પણ બનાસકાંઠા જિલ્લાની ખેતી આગળ વધી શકે તેમ છે. તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આગામી સમયમાં રજૂ કરવામાં આવનારા બજેટમાં દૂધના ભાવમાં વધારો અને બિયારણના ભાવમાં ઘટાડો કરવામાં આવશે તો ખેડૂતોને મોટાભાગે ફાયદો થઇ શકે તેમ છે.

Last Updated : Mar 4, 2021, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.