- બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક
- વેક્સિન પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં પ્રથમ
- બનાસકાંઠામાં 45થી વધુ વયના 6.17 લાખ લોકો રહે છે
બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોનાના કેસ વધતા બીજી તરફ વેક્સિનેશન પણ ઝડપી બન્યું છે. જિલ્લાએ 98 ટકા લોકોનું વેક્સિનેશન કરી દેશમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં દૈનિક એટલા કોરોના કેસ સામે આવી રહ્યા છે કે, હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના દર્દીઓને જ્યાં જગ્યા મળે ત્યાં સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે આ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વધુમાં વધુ વેક્સિન આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો - વેક્સિનની ફાળવણી અંગે સવાલ - સરકારી આરોગ્ય કેન્દ્રમાં માત્ર 100 ડોઝ, તો ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં પુરતો જથ્થો કેમ?
મોટા ભાગના ગામમાં વેક્સિનેશન પૂર્ણ
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં તમામ PHC અને CHCમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા વધુમાં વધુ વેક્સિન આપવામાં આવી રહી છે, જેના કારણે હાલમાં મોટા ભાગના ગામમાં કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
આ પણ વાંચો - ભરૂચમાં કોરોના વેક્સિનેશનના સેન્ટર ઓછા હોવાથી લોકોએ ધક્કા ખાવા પડે છેઃ કોંગ્રેસ
વેક્સિનેશન પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં પ્રથમ
બનાસકાંઠા જિલ્લામાં 45 વર્ષની ઉપરના લોકોનું વેક્સિનેશન કરીને મોખરે રહ્યું છે. અહીં અત્યાર સુધી 45 વર્ષથી ઉપરના 98 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. ઝડપથી વેક્સિનેશનની પ્રક્રિયા થઈ રહી હોવાથી જ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાથી લોકો ઓછા સંક્રમિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિસ્તારની અને સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો હોવા છતાં પણ તંત્રના પ્રયત્નોથી સૌથી વધુ વેક્સિનેશન બનાસકાંઠા જિલ્લામાં થયું છે.
પ્રથમ રાઉન્ડમાં 2.07 લાખ જે બાદ બીજા રાઉન્ડમાં 4.1 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી
"બનાસકાંઠાની વસ્તી વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 31 લાખ છે. વર્તમાન સમયમાં એ વસ્તી 40 લાખ જેટલી થઇ છે. એમા 45થી વધુ ઉમર ધરાવતા લોકોની સંખ્યા 6,17,000 છે. જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 2.07 લાખ જે બાદ બીજા રાઉન્ડમાં 4.1 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 70થી 75 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જે બાદ બાકી રહેલા લોકોને વેક્સિન આપવા માટે વેક્સિન ન લીધી હોય તેવા લોકોનું લીસ્ટ બનાવવામાં આવ્યું હતું. જેમાં 1 લાખ જેટલા લોકોનું દુધ મંડળી ખાતે વેક્સિનેશન કરવામાં આવ્યું હતું." - ડૉ. જીગ્નેશ હરિયાણી ( અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, બનાસકાંઠા )