બનાસકાંઠા પાલનપુર ડીસા નેશનલ હાઈવે (deesa palanpur highway) પર 4 દિવસ અગાઉ મોડી રાત્રે લૂંટ (Banaskantha Loot Case) થઈ હતી. અહીં સ્કોર્પિયો ગાડીને ઈકો ગાડીથી ટક્કર મારી ટોળકી લૂંટ કરી ફરાર થઈ ગઈ હતી. જોકે, ઘટનાની જાણ LCB સહિત સ્થાનિક પોલીસને થતા પોલીસે (Banaskantha Palanpur Police) ગણતરીના કલાકોમાં જ લૂંટને અંજામ આપનારી ટોળકીને ઝડપી મુદ્દામાલ સાથે ઝડપી જેલભેગી (Banaskantha Crime News) કરી છે.
જિલ્લામાં ગુનાહિત ઘટનાઓમાં વધારો જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ (Banaskantha Crime News) રહ્યો છે. ખાસ કરીને ક્યાંક પૈસાની લેતી દેતી અથવા તો પૈસા માટે સતત ગુનાહિત ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલનપુરમાં મહાવીર ટ્રેડર્સ નામની દુકાનના માલિક રિતીક જૈન પોતાની સ્કોર્પિયો ગાડી લઈને 4 દિવસ અગાઉ મોડી સાંજે ડીસાથી પાલનપુર તરફ જઈ (deesa palanpur highway) રહ્યા હતા. તે સમયે કુશકલ ગામના પાટિયા પાસે અચાનક એક ઈકો ગાડીએ ટક્કર મારતા અકસ્માત થયો હતો.
આંખોમાં મરચાની ભૂકી નાખી માર માર્યો ઘટનાને પગલે સ્કોર્પિયોચાલક ગાડીમાંથી બહાર આવે તે પહેલા જ ઈકો ગાડીમાંથી ઉતરેલી ટોળકીએ સ્કોર્પિયો ગાડીના ચાલકની આંખોમાં મરચાની ભૂકી નાખી અને લાકડી વડે માર મારી બાજુમાં પડેલા 6 લાખ રૂપિયા ભરેલા થેલાની લૂંટ (Banaskantha Loot Case) આચરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત જિલ્લા એલસીબી ની ટીમો બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત સ્કોર્પિયો ચાલક રિતિક જૈનને સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા ડીસા પાલનપુર નેશનલ હાઈવે (deesa palanpur highway) પર લૂંટની ઘટના સામે આવી હતી જેમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સીસની મદદથી તપાસ કરતા આખરે આ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. તેમ જ મહાવીર ટ્રેડર્સ દુકાનમાં નોકરી કરતા કર્મચારીએ જ આ આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે લૂંટનું આયોજન કરનારા કર્મચારી સહિત 6 લોકોની અટકાયત કરી છે.
મુદ્દામાલ કબજે ઉલ્લેખનીય છે કે, આ ટોળકીની મોડેસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. કારણકે આ ઘટનામાં લૂંટને અંજામ આપનારા બીજું કોઈ નહીં, પરંતુ પેઢીમાં નોકરી કરનારો કર્મચારી જ હતો. જેતુભા ડાભી નામનો વ્યક્તિ રિતિક જૈનની મહાવીર ટ્રેડર્સમાં નોકરી કરે છે. તેણે જ તેના અન્ય સાગરીતોને ટીપ આપી લૂંટ આચરી હતી અને પૈસા લઈને નીકળ્યા બાદ આ ટોળકીને શેઠની માહિતી આપી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસે અત્યારે 6 આરોપીઓ સહિત લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી ઈકો ગાડી અને રોકડ સહિત 5.72 લાખ નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આ આરોપીઓની કરી ધરપકડ સૂરેન્દ્રસિહ ઉર્ફે બીટુ તખતસિહ શાંખલા, જબબરસિહ સોનસિંહ વાઘેલા, પંકેસજી ચંદુજી ઠાકોર, જેતુભા જેણુભા ડાભી, મનુભાઈ ધારજીજી પરમાર, લાલજી ઉર્ફે પિન્ટુ દશરથજી વાઘેલા.